પાલનપુરની જીડી મોદી કોલેજમાં પ્રોફેસર દ્વારા એક વિદ્યાર્થીને માર મારવામાં આવતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. વિદ્યાર્થી દ્વારા પ્રોફેસર સામે ગુનો નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

કોલેજમાં અભ્યાસ કરતા નિખીલ દેસાઇ(આલ) પોલીસ મથકે પ્રોફેસર સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, પાલનપુર જી.ડી.મોદી કોલેજમા એસાઇનમેન્ટ સબમીટ કરવા ગયો હતો અને એસાઇમેન્ટ કેન્ટીનમા બેસીને સબમીંટ કરતો હતો. તે દરમિયાન કેન્ટીન બહાર કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થવા લાગેલ અને એકબીજા ખેંચામતાણ કરતા હતા અને વધુ પડતુ હોબાળો થતા હું પણ કેન્ટીનમાથી બહાર નિકળેલ તે દરમિયાન પ્રોફેસર કે.સી.પટેલ આવેલ હતા.

જે વિદ્યાર્થિની અને વિદ્યાર્થી ઝઘડો કરી રહ્યા હતા તે ઘટનાસ્થળેથી નીકળી ગયા હતા.જે બાદ પ્રોફેસર કે.સી.પટેલે મને પકડી કહેવા લાગેલ કે તુ છોકરીને કેમ હેરાન પરેશાન કરે છે. મેં પ્રોફેસરને કહેલ કે મારે છોકરીને કોઇ લેવા દેવા કે કોઇ સબંધ નથી તેમ કહેતા પ્રોફેસરે એકદમ ઉશ્કેરાઇ ગઇ મને ભુંડી ગાળો બોલી કહેવા લાગેલ દેસાઇઓ ફાટીને ધુમાડે ગયેલ છે તેમ કહી તેમના હાથમાની લાકડી વડે મને મારા બન્ને પગોની પેડીઓ ઉપર આડેધડ માર મારવા લાગ્યા હતા. મારા પગો ઉપર વધારે દુખાવો થતા મે બનાવની વાત મારા માતા પિતા ને જાણ કરી હતી મને પાલનપુર સીવીલ હોસ્પીટલમા સારવાર માટે લાવ્યા હતા જે બાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.