કાંકરેજ શિહોરી મામલતદાર કચેરીનો ડ્રાઈવર લાંચ લેતા એસીબીના રંગેહાથ ઝડપાયો છે. કરાર આધારિત ડ્રાઇવર હરેશભાઇ બારોટ 1000 હજારની લાંચ લેતા પાટણ ACB ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીનું હીટાચી મશીન બનાસ નદીમાં રેતીની લીઝમાં ચાલતુ હોઇ મામલતદારને ગાડી સાથે લીઝમાં લઇ આવી દંડ ન કરાવવા માટે લાંચ માંગી હતી.
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ મામલતદારની ગાડી ડ્રાઇવર 1000 ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા છે. જેમાં ફરીયાદીનુ હીટાચી મશીન બનાસ નદીમાં રેતીની લીઝમાં ચાલતુ હોઇ મામલતદાર શિહોરીનાઓની સરકારી વાહનના ડ્રાઇવર અને મામલતદારને ગાડી સાથે લીઝમાં લઇ આવી દંડ ન કરાવવાના અવેજપેટે ફરીયાદી પાસે માસીક હપ્તામાં 4000 નકકી કરી તે પૈકી રૂ. 1000 બે દિવસ અગાઉ સ્વિકારેલ અને બાકીના રૂ.3000 ની લાંચની માંગણી કરેલ જે ફરિયાદી આપવા માંગતા ન હોય પાટણ એસીબીને સંપર્ક કરતા આજરોજ લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને ટ્રેપ દરમ્યાન ફરિયાદી પાસેથી આ કામના આક્ષેપિતે હેતુલક્ષી વાતચીત કરી રૂ.1000 લાંચની માંગણી કરી લાંચના નાણાં સ્વીકારતા જ ACB સ્થળ ઉપરથી ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.