સુરેન્દ્રનગર ડિવિઝનના અલગ-અલગ 6 જેટલા પોલીસ મથકોની હદમાં ઝડપાયેલા ઈંગ્લીશ દારૂ અને બિયર સહિતના મુદ્દામાલનો કોર્ટના જરૂરી હુકમ બાદ અલગ-અલગ બે જગ્યાએ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.સુરેન્દ્રનગર પોલીસ ડિવીઝન તાબા હેઠળ આવતા એ-ડિવીઝન, બી-ડિવીઝન, જોરાવરનગર, વઢવાણ, લખતર અને મુળી પોલીસ મથકની હદમાં ઝડપાયેલા ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-17,358 કિંમત રૂા.54.21 લાખ તથા બીયર ટીન નંગ-2,210 કિંમત રૂા.2.24 લાખ સહિતનો મુદ્દામાલ વઢવાણ તેમજ મુળી તાલુકાના ખાટડી ગામે આવેલા સરકારી ખરાબાની જમીનમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.આ સમગ્ર કામગીરી જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયાની સુચનાથી ડીવાયએસપી એચ.પી.દોશી તેમજ ચોટીલા મેજીસ્ટ્રેટ પી.એચ.ગળચર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં અને કોર્ટ દ્વારા હુકમ સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કરવામાં આવી હતી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं