સુરેન્દ્રનગરના રાજ સીતાપુર ગામ નજીક રાત્રિના 7:30 વાગ્યાના અરસામાં એકટીવા લઇ અને સુરેન્દ્રનગર પરત ફરી રહેલા યુવકને આઇસર ચાલકે હડફેટે લેતા યુવક નીતિનભાઈ ડાભીનું મોત નીપજવા પામ્યો છે.નીતિનભાઈ ડાભી પોતે સસરાના ઘરે ધાંગધ્રા થી સુરેન્દ્રનગર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બેફામ પૂર ઝડપે આવતું આઇસર નીતિનભાઈ ઉપર ચડી ગયું છે માથાના પગના ભાગે ગંભીર ઇજઓ પહોંચી છે અને તેમને ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા બાદ તેમનું મોત નિપજ્યા હોવાનું ગાંધી હોસ્પિટલના હાજર ડોક્ટર રાવલ દ્વારા જણાવવામાં આવ્યું છે આ મામલે સતવારા સમાજના આસપાસ પદ યુવકના મોત બાદ સતવારા સમાજના અગ્રણીઓ ગાંધી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે અને આ મામલે યોગ્ય તપાસ કામગીરી કરી અને આઇસર ચાલક ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથક ના નવા ગામે જીઆઇડીસી વિસ્તારમાં કામ કરતાં યુવક ભીખાભાઈ મેઘવાલ નું બાઈક સ્લીપ થતા ભીખાભાઈ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી બે દિવસ સારવારમાં તેમને રાખવામાં આવ્યા હતા પરંતુ તેમને માથાના ભાગી હેમરેજ થઈ ગયું હોવાના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજવા પામ્યો છે કે ચોટીલા થી નવાગામ રોજ કારખાને અપડાઉન આ યુવક કરી રહ્યો હતો તે દરમિયાન ઘરે પરત ફરતો હતો તે દરમિયાન બાઇક સ્લીપ થતા યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને આ યુવક મોતને ભેટ્યો હતો..અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં અલગ અલગ બે સ્થળો ઉપર બે આશાસ્પદ યુવકોના મોત નીપજવા પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવા બનતા અકસ્માતો અટકે તે જરૂરી છે ત્યારે રાજ સીતાપુર નજીક જે સથવારા સમાજનું યુવકનું મોત નીપજવા પામ્યું છે તેને સંતાનમાં બે પુત્રીઓ હોવાનું બહાર આવ્યું છે ત્યારે બે પુત્રીએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હોય તેવા દ્રશ્યો ગાંધી હોસ્પિટલમાં સર્જાયા છે..