હાલોલ તાલુકાના વરસડા ગામે રહેતા નરવતસિંહ ફતેસિંહ સોલંકીનો ૨૨ વર્ષીય પુત્ર પ્રમોદ નરવતસિંહ સોલંકી આજે વહેલી સવારે ૭:૩૦ વાગ્યાના સુમારે પોતાની યામાહા કંપનીની બાઈક લઈને હાલોલ તાલુકાના સાથરોટા ગામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સાથરોટા ગામે પાણીની ટાંકી પાસે મુખ્ય રોડ પર સામેથી માતેલા સાંઢની જેમ પૂર ઝડપે આવતા એક લોડિંગ વાહન પીકઅપ ડાલા ગાડીના ચાલકે પોતાની ગાડીને બેફામ પૂર ઝડપે ગફલત ભરી રીતે હંકારી લઈ આવી પ્રમોદની બાઈક અડફેટે લઈ સામેની તરફથી જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતને પગલે બાઈક સહિત રોડ પર પછડાયેલા પ્રમોદને કપાળ તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ પ્રમોદનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું જ્યારે પીકપ ડાલા ગાડીનો ચાલક અકસ્માત સર્જી અકસ્માતમાં પ્રમોદનું મોત નીપજાવી પોતાનું વાહન ઘટના સ્થળે છોડીને ભાગી છૂટ્યો હતો જેમાં અકસ્માતના બનાવની જાણ થતાં હાલોલ રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતમાં ઘટના સ્થળે જ મોતને બેઠેલા પ્રમોદના મૃતદેહનું હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપવામા આવ્યો હતો જેમાં પરિવારજનો ભારે આઘાત અને દુઃખની લાગણી સાથે પોતાના લાડકવાયા દીકરાના મૃતદેહને લઈને વરસડા ગામે પહોંચી તેની અંતિમ ક્રિયા કરવાની તજવીજ હાથ ધરી હતી જ્યારે અકસ્માતની આ કમભાગી ઘટનામાં વરસડા ગામના આશાસ્પદ યુવાનનું અકાળે કરુણ મોત થવાના બનાવને પગલે ખોભલા જેવડા વરસડા ગામ સહિત આસપાસના ગામોમાં ગમગીની સાથે શોકની લાગણી છવાઈ હતી જ્યારે બનાવને પગલે પીકઅપ ડાલા વાહનના અજાણ્યા ચાલક સામે હાલોલ રૂરલ પોલીસ મથકે પ્રમોદના પિતા નરવતસિંહ સોલંકીએ અકસ્માતની ફરિયાદ નોંધાવતા હાલોલ રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો નોધી આગળની કાયદાકીય કાર્યવાહી અંતર્ગત વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Android 15 OS: इन स्मार्टफोन और टैबलेट्स को मिलेगा गूगल का नया ऑपरेटिंग सिस्टम, बदलेगा चलाने का अंदाज
Android 15 ओएस को कई नए फीचर्स के साथ लाया जा रहा है। इसमें पहले की तुलना में प्राइवेसी और...
অভয়পুৰীয়া বঙালী গাঁৱত (৫নং ৱাৰ্ডত) PMAY ঘৰৰ শুভাৰম্ভ
অভয়পুৰীয়া বঙালী গাঁৱত (৫নং ৱাৰ্ডত) PMAY ঘৰৰ শুভাৰম্ভ
Ahmedabad: Constable of Naranpura police station caught taking Rs 1 lakh bribe | Zee News
Ahmedabad: Constable of Naranpura police station caught taking Rs 1 lakh bribe | Zee News
હાવતડ ગામે પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા પવૅની ભવ્ય ઉજવણી કરવામાં આવી
હાવતડ ગામે પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા પવૅની ભવ્ય ઉજવણી કરવામાં આવી