હાલોલ તાલુકા પંથકમાં ગત દિવસોમાં સતત ત્રણથી ચાર દિવસ સુધી સળંગ વરસેલા વરસાદને કારણે હાલોલ તાલુકાના ગનસર આટા ગામે ગત તારીખ 19/09/2023 ના રોજ સતત વરસી રહેલા વરસાદને કારણે કાચા પતરાવાળા મકાનની માટીની દીવાલોમાં પાણી ઉતરતા દીવાલો ભેજ યુક્ત બની હતી જેમાં મકાનમાં રહેતા શનાભાઇ નાયકની 12 વર્ષની પુત્રી ગાયત્રી કાચી દિવાલ નજીક સૂઈ રહી હતી ત્યારે એકાએક ભેજ યુક્ત દિવાલ રાત્રીના સમયે દીવાલની પાસે સૂઈ રહેલ ગાયત્રી પર પડતાં ગાયત્રી દીવાલ નીચે દબાઈ જવાના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ગાયત્રીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું જે બનાવના અનુસંધાને હાલોલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેઓને મળવા પાત્ર માનવ મૃત્યુના કેસ અંતર્ગત મૃત્યુ અંગેના દસ્તાવેજો તેમજ બનાવની ખરાઈ કરીને રિપોર્ટ કરી કુદરતી આપત્તિ સમયે થતા માનવ મૃત્યુ કેસ અંતર્ગત મળવાપાત્ર સહાયની રકમ ચૂકવવા માટેની દરખાસ્ત સરકારશ્રીમાં કરવામાં આવી હતી જેમાં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રસિંહજી પરમારના પ્રયાસ અને સચોટ કામગીરીના કારણે બનાવના 10 થી 12 દિવસમાં જ મૃતક ગાયત્રીના પરિવારજનોને કુદરતી આપત્તિ સમયે થયેલ માનવ મૃત્યુ અંતર્ગત મળવા પાત્ર 4 લાખની આર્થિક સહાય મળી હતી જેમાં મૃતક ગાયત્રીના પરિવારજનોને હાલોલ તાલુકા પંચાયત ખાતેથી હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર સહિત તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા,તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ કનુભાઈ રાઠોડ,જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર,તાલુકા ભાજપા પ્રમુખ પ્રવિણસિંહ પરમાર સહિતના લોકોની હાજરીમાં 4 લાખની રકમનો સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.