જાફરાબાદ પો.સ્ટેના પો.ઇન્સ જે.જે ચૌધરી ની સૂચના અને માર્ગદર્શન નીચે એ.એસ.આઇ એમ.કે પીંછડિયા પો.કોન્સ અજયભાઈ વાઘેલા તથા વિજયભાઈ બારૈયા તથા વિક્રમભાઈ ભુકણ તથા મહેશભાઈ શિયાળ વગેરે મરીન પોલીસ ટીમે રોહિસા ગામે, 

રોહિસા ગામે પ્લોટ વિસ્તાર માં બાપા સીતારામ ઓટા પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજી પત્તાના પાના તથા પેસા વડે તીનપત્તી નો હારજીત નો જુગાર રમતા છ પત્તા પ્રેમીઓ રૂ. ૧૧,૦૯૦ /- રોકડ સાથે ઝડપાયા 

પકડાયેલ આરોપીઓ (૧) બીજલભાઈ ધીરુભાઈ સાંખટ (૨) ભુપતભાઇ ધીરુભાઈ સાંખટ (૩) બાબુભાઇ નાનુભાઈ રાઠોડ (૪) ધેલાભાઈ બચુભાઇ સાંખટ (૫) વાલાભાઈ ઉકાભાઈ ચૌહાણ (૬) મોહનભાઇ નારણભાઇ સાંખટ તમામ રહે,રોહિસા તા.રાજુલા જિ. અમરેલી

 આ રેડ માં રોકડ રૂ.૧૧,૦૯૦/- તથા ગંજી પત્તા પાના નંગ - ૫૨ મળી કુલ રૂ.૧૧,૦૯૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

મેં. અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહા નિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર સામે ધોરણસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોઈ જે અન્વયે મેં . હિંમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓ તથા કે.જે ચૌધરી સાહેબ ના પો.અધિ સાવરકુંડલા વિભાગનાઓ દ્વારા દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર સામે ધોરણસર કાર્યવાહી કરવા જણાવેલ હોઈ તેમજ માર્ગદર્શન આપેલ હોઈ જે અન્વયે જે.જે ચૌધરી પો.ઇન્સ.સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ જાફરાબાદ મરીન પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

 *રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી*