ગામના સરપંચ સહિત સમસ્ત ગ્રામજનો દ્વારા જીવદયા ની ભાવના સાથે કામ કરતા જીવદયાપ્રેમી ટીમ નો આભાર વ્યક્ત કર્યો..
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પાટણના ચડાસણા ગામે ખુલ્લા કુવામાં ચાર દિવસ થી પડેલા શ્વાન ને જીવદયાપ્રેમીઓ દ્વારા રેસકયુ કરી બહાર કઢાયું..
પાટણ શહેર માં ભૂગર્ભ ગટર ની ખુલ્લી ચેમ્બરો માં તો ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લા કુવાઓ માં અવાર નવાર અબોલ પશુઓ ખાબકતાં હોવાના કિસ્સાઓ બનતા હોય છે.ત્યારે આવો જ એક બનાવ પાટણ તાલુકાનાં ચડાસણા ગામે ખુલ્લા ઊંડા કૂવામાં ચાર દિવસ થી પડેલા શ્વાન ને જીવદયાપ્રેમી ઓએ રેસકયુ કરી ને બહાર કાઢ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ નાં ચડાસણા ગામે ઉંડા અને ખુલ્લા કુવામાં ચાર દિવસ પહેલા કોઈ કારણસર અબોલ શ્ર્વાન ખાબકયુ હોવાની જાણ ગામના સરપંચ જીતુભાઇ દેસાઈ ને થતા તેઓએ ચડાસણા ગ્રામજનોને તેમજ પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર ન જાણ કરતાં તેઓએ પાટણમાં જીવદયા ની સેવા કરતા જીવદયાપ્રેમી બંટીભાઈ શાહને કરાતા તેઓએ તાત્કાલિક પોતાની ટીમ સાથે ધટના સ્થળે દોડી આવી ઉડા કુવા માં પડેલાં શ્ર્વાનને બહાર કાઢવા રેસકયુ કામગીરી હાથ ધરી શ્વાનને બહાર કાઢવામાં આવ્યું હતું.
છેલ્લા ચાર દિવસથી ખુલ્લા ઉંડા કુવામાં ખાબકેલ શ્વાન ને જીવદયાપ્રેમી દ્વારા હેમખેમ બહાર કાઢવામાં આવતાં ગામના સરપંચ સહિત સમસ્ત ગ્રામજનો એ જીવદયાની ભાવના સાથે કામ કરી રહેલાં બંટી શાહ અને તેમની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.