ગીરનાર યાત્રાધામ વિકાસ મંડળમાં સભ્યશ્રી (સંત) ૧૦૦૮ મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થતાં તેમના સ્થાને ગાદી સંભાળતા શ્રી મહંત હરિહરાનંદ ભારતી બાપુ શ્રી ભારતી આશ્રમ જુનાગઢ સરખેજ કેવડિયા નર્મદા અને વાકિયા ના ગાદીપતિ સંત શ્રીને ગીરનાર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સભ્યશ્રી તરીકે નિમણુંક કરવા સરકારશ્રીના તા.૨૮/૦૧/૨૦૨૨ ના ઠરાવ ક્રમાંક-પયબ-૧૦૨૦૧૮/૬૪૪/ય થી મહંતશ્રી હરિહરાનંદ ભારતીજી ગિરનાર સર્વાગી વિકાસ માટે ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળની સમિતિમાં સભ્યશ્રી (સંત) તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.ત્યારે ભાવિક ભક્તો અને સંતો મહંતો દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી રહ્યા છે.
ગીરનાર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સ્વામીશ્રી હરિહરાનંદ ભારતી બાપુજીની સભ્યશ્રી તરીકે નિમણુંક કરવામાં ભાવિક ભક્તોમાં ખુશીનો માહોલ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2023/09/nerity_92264e6086ad9b2dcdbd6bb5eab4264f.jpg)