માટી મારો દેશ" અંતર્ગત અમૃત કળશ યાત્રા વી.જે.મદ્રેસા ગર્લ્સ સ્કુલ ખાતે પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે 'મારી માટી મારો દેશ' કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રભક્તિના આ પર્વમાં દેશના ગામેગામથી એકઠી કરવામાં આવેલી માટીને દિલ્હી ખાતે લઈ જવામાં આવી હતી. આ કડીના ભાગરૂપે કાર્યક્રમના બીજા ચરણમાં 'અમૃત કળશ' યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત કળશમાં માટી લઈને, આ યાત્રા દેશની રાજધાની દિલ્હી પહોંચશે. આ યાત્રામાં દેશના જુદા જુદા ભાગોમાંથી રોપાઓ પણ સાથે પહોંચશે 7500 કળશમાં આવેલા માટી અને છોડમાંથી નેશનલ વોર મેમોરિયલ પાસે અમૃત વાટિકા બનાવવામાં આવનાર છે. ત્યારે આ યાત્રા પોરબંદર ના મેમનવાળા વિસ્તાર, વોર્ડ ન. 6 માં પહોંચતા વી.જે.મદ્રેસા ગર્લ્સ સ્કૂલ ખાતે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર પોરબંદર અને પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા આ અમૃત કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, આ યાત્રા વી.જે.મદ્રેસા ગર્લ્સ સ્કૂલ ખાતે પહોંચી ત્યારે પોરબંદર-છાયા પાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત હતા અને ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ દ્વારા પાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી અને યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વી.જે. મદ્રેસાના પ્રિન્સિપાલ ઇસ્માઇલ મુલતાની, ગર્લ્સ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.