સમગ્ર બનાવની મળતી માહિતી મુજબ ઘોઘંબા તાલુકાના એક અંતરિયાળ ગામમાં રહેતા અને ચાર વર્ષનાં લગ્નજીવન બાદ બાળકની માતા બનેલ મહિલાને ઘરકામ બરોબર કરતી નથી તેમ કહી સાસુ અને નણંદ મહેણા ટોણા મારી હેરાન પરેશાન કરતા હતા અને મહિલાના પતિને ઉશ્કેરી શારીરિક અને માનસિક ત્રાસ અપાવી પતી પાસે મહિલાને માર મરાવતા હતા જેમાં અવાર નવારના ઝઘડા કંકાસ અને શારીરિક ત્રાસથી કંટાળી મહિલા પોતાનું પોતાનુ બાળક લઇ પિયર આવી ગયા હતા જેમાં બીજાં દીવસે પતિ મહિલાના પિયરમાં આવીને બાળકને જબરદસ્તી ખૂંચવીને જતા રહ્યા હતા જેમાં નાનું બાળક માતા વગર રહી શકે તેમ ન હોઈ પોતાના બાળકને પતી પાસેથી પરત મેળવવા મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પ લાઇન હાલોલની મદદ માંગી હતી.જેમાં અભયમની ટીમે મહિલાના સાસરિયામાં પહોંચી મહિલાના સાસરિયાંઓ સહિત પતિને અસરકારતાથી સમજાવી સંસારીક જીવનની સાચી સમજ આપતા અને આ રીતે કોઈ પરિણીત મહિલાને હેરાન પરેશાન કરી ત્રાસ આપવો તે ઘરેલું કાયદા હેઠળ ગુનાહિત કૃત્ય છે અને તેને લઈ કાયદાકીય ગુનો બને છે જેવી સાચી અને સચોટ અસરકારક સમજ આપતા નાનું બાળક મહિલાને સોંપવા તૈયાર થયેલ સાથે સાથે મહિલાના પતી પત્નીને પણ બાળક સહિત અપનાવવા અને હવેથી સારી રીતે રાખવા રાજીખુશીથી સંમત થયા હતા અને સમગ્ર મામલો સુખદ સમાધાનમાં ફેરવાયો હતો જેમાં 181 અભયમ રેસ્ક્યું ટીમ દ્વારા અસરકારક કાઉન્સિલિંગ કરી સમગ્ર મામલો સફળતાપૂર્વક થાળે પાડી 181 અભયમની મહિલા ટીમે પ્રશંસનીય કામગીરી કરી હતી જેમાં પીડિત મહિલાને 181 અભયમ ટીમની મદદથી પોતાનું બાળક પરત મળતા અને પોતાના પતિએ તેઓને ફરી સ્વીકારતા મહિલાએ અભયમ ટીમનો આભાર માન્યો હતો