હરવાંટ આંગણવાડીમાં બાળકો માટે આવતા દૂધ થી કૂતરાઓને જલસા 

          છોટાઉદેપુર તાલુકાના હરવાંટ ગામે આંગણવાડી ઉપર આગલી રાત્રે આવી જતા બાળકોના દૂધ થી રખડતા કૂતરાઓને જલસા થઈ જાય છે. 

            ગુજરાત સરકારની દૂધ સંજીવની યોજના ની અંદર આંગણવાડી થી લઈ પ્રાથમિક શાળાના બાળકો માટે દૂધના પાઉચ તૈયાર કરી મોકલવામાં આવે છે. આ દૂધ ના પાઉચ બાળકો સુધી પહોંચે છે કે કેમ ? એ જોવાનો તંત્રને સમય નથી. છોટાઉદેપુર તાલુકાના હરવાંટ ગામે આંગલી રાત્રે ગમે ત્યારે દૂધનું કેરેટ આંગણવાડીના ઓટલા ઉપર મૂકીને દૂધની ગાડી જતી રહે છે. જે કેરેટમાં સવારમાં કેટલાય રખડતા કુતરા પશુઓ મોઢા મારે છે. સવારે ૮ વાગ્યા ની આસપાસ કેટલા કુતરાઓ આંગણવાડીના ઓટલા ઉપર પહોંચી જઈ કેરેટમાં મુકેલા દૂધ સંજીવના પાઉચ ની ખેંચા ખેંચ કરી જાણે પાર્ટી થઈ ગયો તેમ કુતરાઓને જલસા પડી ગયા હતા. તો શું આ કુતરાઓ એ કેરેટમાં મોઢું માર્યું હોય તેવા દૂધના પાઉચ બાળકોને પીવડાવવાના ? આના માટે જવાબદાર કોણ ? સરકાર દ્વારા બાળકોમાં કુપોષણ ન રહે તે માટે અગાઉથી આયોજન કરી દૂધ સંજીવની યોજના અમલમાં મૂકવામાં આવી છે. પરંતુ એ યોજના બરાબર ચાલે છે કે કેમ, તેનો લાભ બાળકોને યોગ્ય મળે છે કેમ ? એ વહીવટી તંત્ર દ્વારા જોવામાં આવતું નથી. આતો આંધળા દરે અને કુતરા ખાય તેવી પરિસ્થિતિ થઈ છે. 

       આમ, છોટાઉદેપુર તાલુકાના હરવાંટ ગામે આંગણવાડીમાં આગલી રાતથી આવી જતું દૂધ કુતરાઓ માટે જલસા પાર્ટી થઈ જાય છે જેના માટે તંત્ર ઘટતું કરે તે જરૂરી છે. આ દૂધ નું કેરેટ આંગણવાડી ની આસપાસ રહેતા કોકના ઘરે મૂકવામાં આવે જેથી કરીને આગણવાડીના નાના ભૂલકાઓને ચોખ્ખું દૂધ મળી રહે તે માટેનું સુચારુ આયોજન થાય તે ખૂબ જરૂરી છે.