પાલનપુર માન સરોવર અશોક સોસાયટીમાં રહેતી યુવતીના લગ્ન પાલનપુર તાલુકાના રૂપપુરા ગામે બે વર્ષ અગાઉ થયા હતા. જોકે, પતિ સહિત સાસરી પક્ષના સભ્યોએ મારમારી ઘરમાંથી હાંકી કાઢવાની ધમકી આપી હતી.
આથી લાગી આવતાં તેણીને ઘઉંમાં નાખવાની દવા ગટગટાવી લીધી હતી. જેને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પાલનપુરની માન સરોવર અશોક સોસાયટીમાં રહેતી યુવતીના લગ્ન પાલનપુર તાલુકાના રૂપપુરા ગામે રાકેશભાઇ નટાભાઇ દેવીપૂજક સાથે બે વર્ષ અગાઉ થયા હતા. જેમને સંતાનમાં એક દીકરી છે.
જોકે,પતિને અપશબ્દો બોલવાની ના પાડતાં તેણીને મારમાર્યો હતો. તેમજ સાસુ જેણીબેન નટાભાઇ દેવીપૂજક, કાકા સસરા રઘાભાઇ રામજીભાઇ દેવીપૂજકે ચઢમણી કરી તેણીને ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપી હતી. આથી લાગી આવતાં પરિણીતાએ ઘઉંમાં નાંખવાની ઝેરી દવા પી લીધી હતી. જેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.