ગીર ગાય ના છાણમાંથી શ્રી ગણેશ ની મૂર્તિ બનાવવામાં આવી 

    સાવરકુંડલાના હનુમંત ગૌ સંવર્ધન કેન્દ્ર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ મૂળ ભારતીય નેશનલની દેશી ગીર ગાય માતાના પવિત્ર ગોબર માંથી શ્રી ગણેશની મૂર્તિ બનાવવામાં આવી રહી હતી જેમાં લગભગ અંદાજિત 50 જેટલી મૂર્તિ નું વેચાણ કરવામાં આવેલ છે. પરંતુ ગાયને પંચગ દ્રવ્યોમાંથી રોજિંદા જીવનમાં વપરાતી વિવિધ અન્ય પ્રોડક્ટ પણ બનાવવામાં આવે છે. અને તેનો પ્રશિક્ષણ પણ સંવર્ધન કેન્દ્રમાં નિશુલ્ક આપવામાં આવે છે. જેમાંથી દંતમંજન, પંચગવ્ય, નસ્ય ગોબરકંડા, ગોમય તોરણ, પંચગવ્યસાબુ, ગોબર ગણેશ, ગોબર દિપક, ગોબર માળા, ગોબર બરખા, એમપી રેડીએસન ચિપ મોબાઈલ ચીપ જેવી અનેક સાધ્વીક ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે અને વેચાણ કરવામાં પણ આવે છે.

   હનુમંત ગૌસંવર્ધન કેન્દ્ર સાવરકુંડલા ખાતેથી ગીર ગાયનો મૂળ ભારતીય વારસો ટકી રહે એ હેતુથી સુંદર કામગીરી કરવામાં આવે છે

રિપોર્ટર દિલીપ વાઘેલા અમરેલી