વડોદરા શહેર ખાતે હરણી રોડ પર આવેલ હોટલ એરપોર્ટ સામે શંકુતલા પાર્ક સોસાયટીમાં રહેતા હર્ષાબેન મહેન્દ્ર રાજ્યગુરુ તેઓના પતી મહેન્દ્રભાઈ રાજ્યગુરુએ વર્ષ ૨૦૧૧ માં હાલોલ તાલુકાના મસવાડ ગામે આવેલ રેવન્યુ સર્વે નંબર ૫૦૩ ની ૧-૫૧-૭૬ હે. આરે.ચો.મી. જમીન ૨,૧૪,૪૦૦/- રૂપિયામાં હાલોલ નગરની ધારા સોસાયટી ખાતે રહેતા જીગ્નેશકુમાર યોગેશકુમાર શાહ પાસેથી ખરીદી હતી અને જમીનના દસ્તાવેજોમાં પોતાનું અને પોતાના પતિનું નામ દાખલ કરાવ્યું હતું જેમાં જે તે સમયે તેઓની પાસે ખેતી કરનાર કોઈ માણસ ન હોઈ તેઓએ ત્રણ ચાર માસ પછી આ જમીન ખેડવા માટે એક ખેડૂતને મોકલ્યો હતો પરંતુ આ જમીનમાં હાલોલ તાલુકાના મસવાડ ગામે રહેતો રૂપસિંહ નાયકાભાઇ રાઠવા ખેતી કરતો હોવાનું જાણવા મળ્યું હતું જેમાં રૂપસિંહ રાઠવાએ હાલોલની સિવિલ કોર્ટમાં આ જમીન બાબતે દાવો પણ દાખલ કરેલ હતો જે દાવો હાલોલ નામદાર સિવિલ કોર્ટના જજ દ્વારા નામંજૂર કરાયો હતો તેમ છતાં રૂપસિંહ રાઠવાએ આ જમીન પર ખેતી કરવાનું ચાલુ રાખતા જમીન માલિક હર્ષાબેન અને મહેન્દ્રભાઈએ તેઓને જમીન નહીં ખેડવાનું જણાવતા તેઓ માન્યા ન હતા અને તેઓ આ જમીન પર કબજો કરી ખેડાણ કરી ખેતી કરવાનું ચાલુ રાખતા હર્ષાબેને આ બાબતે પંચમહાલ જિલ્લા કલેકટરની કચેરી ખાતે વિગતવાર અરજી કરી હતી જે અરજીના અનુસંધાને એક કમિટીની રચના કરી આ બાબતે તપાસ ચકાસણી કર્યા બાદ હાલોલ રૂરલ પોલીસને હુકમ કરવામાં આવ્યો હતો કે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 અંતર્ગત જમીન પર ગેરકાયદેસરનો કબજો જમાવી જમીનમાં ખેડાણ કરી જમીન પચાવી પાડવાનો કારસો રચનાર રૂપસિંહ નાયકાભાઈ રાઠવા સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો જેમાં હાલોલ રૂરલ પોલીસે આ બાબતને અનુલક્ષીને રૂપસિંહ રાઠવા સામે હર્ષાબેન મહેન્દ્રભાઈ રાજ્યગુરુની ફરિયાદના આધારે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી અંતર્ગત આગળની તપાસ ધમધમાવી હોવાનું જાણવા મળેલ છે.
Sponsored
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं