કાલોલ ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક સમિતિનીનું પરિણામ

  કાલોલ ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક સમિતિનીનું પરિણામ જાહેર થતાં ભાજપનું શાસન.

   કાલોલ ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક સમિતિની પાંચ વર્ષીય ટર્મ પૂરી થતાં ખેતી વિષયકના ૮ સભ્યો, બિન ખેતી વિષયકના ૧ સભ્ય અને વ્યક્તિગત ૧ સભ્ય મળીને દશ સભ્યોની નવી સમિતિની રચના કરવા માટે દાવેવારોની આંતરીક ગઠબંધનની સમજુતી પડી ભાંગતા ત્રણ વિભાગોની સમિતિની રચના માટે વ્યક્તિગત વિભાગનું સભ્યપદ બિનહરીફ થયા પછી ખેતી વિષયક ૮ સભ્યોની બેઠક પર ૧૨ ઉમેદવારના અને બિનખેતી વિભાગ-૧ સભ્યપદ માટે ૩ ઉમેદવારના મળી કુલ ૧૫ સભ્યો ચૂંટણી મેદાનમાં ઉતરતા અંતે ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૨ નાં રોજ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી યોજાઈ હતી.જેના મતદાન માટે આમ તો વિવિધ ૯૬ મંડળીઓનો નોંધાયેલ હોવાનો સમાવેશ થાય છે પરંતુ ચૂંટણી પ્રક્રિયા અનુસંધાને નિશ્ચિત સમય સમયમર્યાદાને અંતે સંઘ દ્વારા ઠરાવ માન્યતા ધરાવતી હોય તેવી ખેતી વિષયક વિભાગની ૧૫ અને બિનખેતી વિષયક વિભાગની ૩૩ મંડળીઓ મળીને કુલ ૪૮ મંડળીઓનાં ૪૮ મતદાર દ્વારા મતદાન કરવામાં આવ્યું છે.જેમાં ખેતી વિષયક વિભાગના ૮ સભ્યોને ચૂંટવા માટે ૧૫ માન્ય એવી અર્થક્ષેમ સેવા સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ મતદાન કરી (દરેક મંડળીનો એક પ્રતિનિધિ બેલેટ પેપરના ૧૨ ઉમેદવારો પૈકી ૮ ઉમેદવારો સામે સુચિત માર્ક કરીને ચૂંટવામાં ) જ્યારે બિનખેતી વિષયકના ૧ જ સભ્યને ચૂંટવા માટે માન્ય એવી ૨૬ દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ અને ૭ અન્ય ખેત પેદાશોની કે સહાયક એવી વિવિધ મંડળીઓ મળીને ૩૩ મંડળીઓના પ્રતિનિધિઓ ૩ ઉમેદવારો પૈકી એક ની મતદાનની ચૂંટણી પ્રક્રિયા ૨૨ સપ્ટેમ્બર ને શુક્રવારના રોજ કાલોલ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ગોધરા પ્રાંતનાં પ્રવીણસિંહ.ડી.જૈતાવત ની અધ્યક્ષતામાં યોજાય હતી. જોકે મતદાન પૂર્ણ થતાં જ એજ દિવસે એટલે કે ૨૨ ના રોજ ૪:૦૦ કલાકે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જે મત ગણતરી પૂર્ણ થતાં ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ગોધરા પ્રાંતનાં પી.ડી.જૈતાવત દ્વારા ચૂંટણીનું પરિણામ જાહેર કરતા ખેતી વિષયક ૮ સભ્યોની બેઠક પર ૧૨ ઉમેદવારના પરિણામ માં (૧) ગોહિલ નરેન્દ્રસિંહ ભારતસિંહ ને ૦૯ મત (૨) પટેલ નારણભાઈ મણીલાલ ને ૧૪ મત (૩) પટેલ નિરવકુમાર ગૌતમભાઈ ને ૦૭ મત (૪) પટેલ મહેન્દ્રસિંહ વિજયસિંહ ને ૦૬ મત (૫) પરમાર ગીરવતસિંહ છત્રસિંહ ને ૧૨ મત (૬) પરમાર શંકરભાઈ મજાભાઇ ને ૧૦ મત (૭) પરમાર હરિશ્ચંદ્રસિંહ કરણસિંહ ને ૧૪ મત (૮) રાઠોડ અર્જુનસિંહ છત્રસિંહ ને ૦૫ મત (૯) રાઠોડ જોરાવરસિંહ જશવંતસિંહ ને ૦૮ મત (૧૦) રાઠોડ નસીબદાર બળવંતસિંહ ને ૦૭ મત (૧૧) રાઠોડ શિવસિંહ છત્રસિંહ ને ૧૪ મત (૧૨) સોલંકી નટવરસિંહ છત્રસિંહ ને ૧૨ મત મેળવ્યાં હતાં 

    જ્યારે ખેત પેદાશોની કે સહાયક એવી વિવિધ મંડળીઓ મળીને ૩૩ મંડળીઓના પ્રતિનિધિઓ ૩ ઉમેદવારો પૈકી (૧) ચૌહાણ ચંદ્રસિંહ ડાહ્યાભાઈ ને ૦૩ મત (૨) ચૌહાણ વિરેન્દ્રસિંહ ગબાભાઈ ને ૨૦ મત (૩) પરમાર ઇન્દ્રજીતસિંહ પ્રમોદ સિંહ ને ૧૦ મત મેળવ્યાં હતાં.

        આમ ધી કાલોલ તાલુકા સરકારી ખરીદ વેચાણ સંઘ લી. કાલોલ સાથે સંયોજિત થયેલ બિનખેતી વિષય મંડળીઓના ૧૨ પૈકી ૮ વિજેતા ભાગ (૧) નાં ૧૨ ઉમેદવાર પૈકી વિજય મેળવનાર પ્રથમ ૮ વિજેતા માં (૧) ગોહિલ નરેન્દ્રસિંહ ભારતસિંહ ને ૦૯ મત (૨) પટેલ નારણભાઈ મણીલાલ ને ૧૪ મત (૩) પરમાર ગીરવતસિંહ છત્રસિંહ ને ૧૨ મત (૪) પરમાર શંકરભાઈ મજાભાઇ ને ૧૦ મત (૫) પરમાર હરિશ્ચંદ્રસિંહ કરણસિંહ ને ૧૪ મત (૬) રાઠોડ જોરાવરસિંહ જશવંતસિંહ ને ૦૮ મત (૭) રાઠોડ શિવસિંહ છત્રસિંહ ને ૧૪ મત (૮) સોલંકી નટવરસિંહ છત્રસિંહ ને ૧૨ મત મેળવ્યાં હતાં આમ આઠ ઉમેદવારો ને વિજય જાહેર કરવામાં આવ્યા છે.

     જ્યારે ધી કાલોલ તાલુકા સરકારી ખરીદ વેચાણ સંઘ લી. કાલોલ બિન ખેતી વિષયકના ભાગ (૨) નાં ત્રણ ઉમેદવાર પૈકી વિજય મેળવનાર ચૌહાણ વિરેન્દ્રસિંહ ગબાભાઈ ને ૨૦ મત મળતાં વિજય જાહેર કરવામાં આવ્યાં છે.

   જ્યારે વ્યક્તિગત ૧ સભ્ય તરીકે એકજ ઉમેદવાર હોવાથી પ્રતાપસિંહ રાઠોડ ને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.

  કાલોલ ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક સમિતિમાં નવાં ચૂંટાયેલા કુલ ૧૦ તારલાવો હવેથી વહીવટ સંભાળશે. જ્યારે હવે આવનાર દિવસોમાં કમિટના ચેરમેન અને વાઇસ ચેરમેન કોણ બનશે ? તેની મથામણ આજથી શરૂ થઈ ગઈ છે.પરંતુ ભાજપના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કોનાં શીરે તાજ પેરાવશે તે હવે જોવું રહ્યું.

       ઉલ્લેખનિય એ છે કે કાલોલ તાલુકો એ ભારતીય જનતા પાર્ટીનું ગઢ કહેવાતો હોવાં છતાં કેટલાક ભારતીય જનતા પાર્ટીના કાર્ય કરો "લગને લગને કુંવારા" હોય તેમ દરેક રાજકીય કે સંસ્થાઓનાં પદ માટે પોતાની ઉમેદવારીઓ કરતાં હોય છે. પરંતું મતદારો દ્વારા પણ તેમના મિજાગ ને મતો દ્વારા જનતાનાં પ્રતિનિધિ તરીકે ચૂંટી લાવતાં હોય છે.જોકે મતદારો પણ મત ક્યાંકને ક્યાંક આવી અટકળો ને લઈ મુઝવણમાં આવી જતાં હોય છે.