કાલોલ ખાતે જીલ્લા ની ગ્રાન્ટેડ શાળાના સંચાલકો આચાર્યો, કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નો અંગે મૌન રેલી

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આયોજિત ગ્રાન્ટેડ શાળાઓના પડતર પ્રશ્નો ઠરાવો અને પરિપત્રો બાબતે સમગ્ર ગુજરાત રાજ્યમાં તમામ જીલ્લા મા મૌન રેલી કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં પંચમહાલ જીલ્લા તમામ ગ્રાન્ટેડ શાળા ની મૌન રેલી કાલોલ ખાતે સી બી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે થી નીકળી તિરંગા સર્કલ સુઘી પહોંચી હતી રેલીમાં તમામ ગ્રાન્ટેડ શાળાના સંચાલકો, આચાર્યો તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્ર્મ ને સફળ બનાવ્યો હતો.ગ્રાન્ટેડ શાળા ના પડતર પ્રશ્નો જેવા કે જૂની પેન્શન યોજના, ગ્રંથપાલ અને ઉદ્યોગ શિક્ષકની કાયમી ભરતી કરવા , ક્લાર્ક અને પટાવાળાની ભરતી કરવા, શિક્ષકોને કાયમી કરવા ,જૂની પેન્શન યોજના ચાલુ રાખવા, શિક્ષકો ને બીજી કામગીરી થી દૂર કરવા તેમજ આચાર્ય પસંદગી સમિતિમાં જે રીતે સંચાલક મંડળના હોદ્દેદાર નો સમાવેશ કરવામાં આવ્યો છે તે જ રીતે શૈક્ષણિક સ્ટાફ ની ભરતીમાં પણ સંચાલક મંડળને સ્થાન આપવા જેવા પડતર પ્રશ્નો અને વર્ષો જુની માંગણીઓ અંગે કાલોલ ની સીબી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે બહાર વિશાળ મૌન રેલી નીકળી હતી જેમા પંચમહાલ જીલ્લા શૈક્ષણીક સંધ ના પી ડી સોલંકી તેમજ ભૂપેન્દ્રભાઈ ચૌહાણ, એ બી ચૌહાણ, પી એસ પરમાર, મૃગેન્દ્રસિહ સોલંકી, જે ડી રાઉલજી, તથા તમામ આચાર્યો શિક્ષકો, વહિવટી કર્મચારીઓ હાજર રહ્યા હતા.