વિશ્વના 193 દેશોએ ભેગા મળીને વર્ષ 2015 માં યુનાઈટેડ નેશનની આગેવાની હેઠળ 2030 સુધીનો એજન્ડા નક્કી કરવામાં આવ્યો હતો જે અંતર્ગત કુલ 17 લક્ષ્યાંકો અને 169 ધ્યેયો નક્કી કરવામાં આવેલ છે જેમાં આ લક્ષ્યાંકોમાં મુખ્યત્વે શિક્ષણ, ભૂખમરો, ગરીબી, આરોગ્ય, પર્યાવરણ, મહિલા સશક્તિકરણ, શુધ્ધ જળ અને સ્વચ્છતા, ઔધોયોગીક વિકાસ વગેરે જેવા લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ છે જે 
ને લઈ દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં SDG દિવસની ઉજવણી કરવામાં આવેલ છે જેમાં ગુજરાત ફ્લોરોકેમિકલ્સ કંપનીએ પણ યુનાઈટેડ નેશન ગ્લોબલ કોમ્પેક્ટ પર હસ્તાંક્ષર કરેલા છે અને 2030 ના એજન્ડા પ્રત્યેની પ્રતિબધ્ધતાને અનુલક્ષીને કંપનીના કર્મચારીઓ અને ગ્રામલોકો સાથે મળી SDG દિવસની ઉજવણી તા. 22/09/2023 શુક્રવાર ના રોજ કરવામાં આવી હતી જેમાં GFL ના કર્મચારીઓ અને રણજીતનગર ગામના શાળાના વિદ્યાર્થીઓ , ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને UNGCNI માથી આવેલ અતિથિઓ દ્વારા અને GFL ના યુનિટ હેડ દ્વારા પ્રસંગોચિત પ્રવચન કરવામાં આવેલ, શાળાની બાળાઓ એ SDG ગીતની નૃત્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને ગ્રામજનો અને બાળકો દ્વારા SDG અંતર્ગત જાગૃતિ રેલી કાઢવામાં આવી હતા જેમાં આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ગામના આગેવાનો શૈલેષભાઈ પટેલ,  મિત્તલભાઈ પટેલ, તલાટી કમ મંત્રી  કિરીતસિંહ બારીયા, અશ્વિનભાઈ પટેલ,  મહેન્દ્રસિંહ સોલંકી અને ગામના સ્વયંમ સેવકોએ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.