ડીસામાં આવેલ મંગુબા સોસાયટીમાં પણ આ વખતે પ્રથમ વખત ગણપતિ મહોત્સવમાં આયોજન કરાયું છે. જેમાં ગણેશ ચતુર્થીથી અગિયારસ સુધી આયોજકો દ્વારા રાસગરબા, વેશભૂષા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

ડીસામાં ગણપતિ મહોત્સવના બીજા દિવસે ભક્તોએ મોડી રાત સુધી શ્રીજીની આરાધના કરી હતી. ડીસામાં હાઇવે પર આવેલી મુરલીધર રેસીડન્સીમાં મંગુબા સોસાયટી ખાતે પણ આ વખતે પ્રથમ વખત સ્થાનિકો દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે અને માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવી તેની સ્થાપના કરી રોજ આરતી કર્યા બાદ સોસાયટીના રહીશો મોડી રાત સુધી રાસ ગરબે ગુમે છે. આયોજકો દ્વારા દરરોજ રાસ, ગરબા, વેશભૂષા સહિત અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ડીજેના તાલે મોડી રાત સુધી લોકો ગરબે ધુમતા સોસાયટીમાં ઉત્સાહનો માહોલ બની ગયો છે.

ગરબા મહોત્સવના આયોજન અંગે આયોજક ચિરાગ દરજીએ જણાવ્યું હતું કે, તેમની મંગુબા સોસાયટીમાં પ્રથમ વખત તમામ લોકોએ સાથે મળી ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું છે અને રોજ રાસ ગરબા યોજાય છે. જેમાં પહેલા બહેનો ગરબા રમે છે ત્યારબાદ પુરુષો ગરબે ઘૂમી શ્રીજીની આરાધના કરે છે. બાદમાં મોડી રાત્રે રોજ અલગ અલગ અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવે છે.