પાવીજેતપુર ભારજ નદી નો પુલ ટુ વ્હીલર તેમજ રાહદારીઓ માટે ખુલ્લો મુકાયો

           પાવીજેતપુર ભારજ નદીનો સેટલમેન્ટ થયેલો પુલ ટુ વ્હીલર તેમજ રાહદારીઓ માટે ખુલ્લો મુકવામાં આવતા જનતા માં આણંદ જોવા મળી રહ્યો છે. લાઈટ વેઇટ ફોરવીલર ને પણ ટૂંક સમયમાં પરવાનગી મળે તેમ જનતા ઇચ્છવી રહી છે. 

            પાવીજેતપુર તાલુકાના સિહોદ પાસે આવેલ ભારજ નદીના પુલનો એક પિલર બેસી જતા સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો. જે પુલ ઉપર લોડ ટેસ્ટિંગ કર્યા બાદ ૨૦/૯/૨૦૨૩ થી લાઈટ વેઈટ વ્હીકલ એટલે કે ટુવિલર તેમજ રાહદારીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ભારજ નદીના પટમાં બનાવેલ જનતા ડાયવર્ઝન નદીના વહેણમાં તણાઈ ગયું છે ત્યારે બોડેલી જવા માટેની મુશ્કેલીઓ ખૂબ વધી ગઈ છે. ટુવિલર વાળાઓને પણ રંગલી ચોકડી થઈ ફરીને બોડેલી જવું પડતું હતું. પરંતુ તંત્રએ ટુ વ્હીલર તેમજ રાહદારીઓ માટે આ પુલ ને ખુલ્લો મુકતા જનતામાં આનંદ જોવાઈ રહ્યો છે. તાજેતરમાં છોટાઉદેપુર જિલ્લા કલેકટરે ૨૦/૯/૨૦૨૩ થી ૧૯/૧૦/૨૦૨૩ સુધી જાહેરનામું બહાર પાડ્યું છે તે પ્રમાણે વન કુટીર થી રંગલી ચોકડી થઈ બોડેલી જઈ શકાશે. પરંતુ ટુ-વ્હીલર તેમજ રાહદારીઓ માટે આ પુલ ઉપરથી જઈ શકાશે તેવું જાહેરનામું પાડવામાં આવતા જનતામાં આનંદ જોવાય રહ્યો છે. હવે વેળાસર લાઈટ વેઇટ ફોરવીલર પણ આ પુલ ઉપરથી પસાર થાય તેવી પરમિશન મળે તેમ જનતા ઇચ્છી રહી છે.