અમીરગઢ તાલુકાના જેથી ગામે તળસાભાઇ સમેળાભાઇ રબારીને તુ ખેતરમાં જવાનો રસ્તો આપતો ન હતો. પરંતુ અમે કેસ જીતીને રસ્તો લઇ લીધો તેમ કહી અપશબ્દો બોલ્યા હતા. જે ન બોલવાનું કહેતા ઉશ્કેરાયેલા માધાભાઈ ધુસાભાઈ રબારી, ગણેશભાઈ ધુસાભાઇ રબારી, માલાભાઈ નગાભાઈ રબારી, પ્રભુભાઈ ધુસાભાઈ ભીમ, હિતેશભાઈ માધાભાઈ ભીમ, નરસિંહભાઈ પ્રભુજી ભીમ, ભરતભાઈ નગાભાઈ, નગાભાઈ ધુસાભાઈ, કાળુભાઈ કરણાભાઈ રબારી, જેઠાભાઈ પ્રભુભાઈ ભીમ, મશરૂભાઈ કરણાભાઈ રબારી, મલાભાઈ ગણેશાભાઈ રબારી, વસનાભાઈ કરણાભાઈ રબારી અને નાગજીભાઈ પ્રભુભાઈ રબારીએ લોખંડની પાઇપ લાકડી થી હુમલો કરી તળસાભાઇના પરિવારજનોને ઇજા કરી હતી. જેની તેમણે 20 વ્યક્તિઓ સામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ત્યારે સામાપક્ષે માધાભાઈ ધુસાભાઇ રબારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમે દૂધ ભરાવા ટ્રેક્ટર લઈને જતા હતા ત્યારે રસ્તામાં આવેલા તળસાભાઈ સમીરાભાઈ રબારી, પનાભાઈ તળસાભાઇ રબારી, નેબાભાઈ તળસાભાઇ રબારી, પોપટભાઈ તળસાભાઇ રબારી, ફગલુંભાઈ જોરાભાઈ રબારી અને ચોથાભાઈ નેથીભાઈ રબારીએ આ રસ્તો તમે ખુલ્લો કરાવેલ છે એટલે તમારો નથી તેમ કહી અપશબ્દો બોલી ખીલાસરી ધોકા લાકડીથી હૂમલો કરી ઇજા કરી હતી. પોલીસે 20 વ્યકિતઓ સામે ગુનો નોંધ્યો હતો.