હાલોલ તાલુકાના ઘનસર આંટા ગામે રોડ ફળિયા ખાતે માટીના દીવાલો વાળા પતરાના કાચા મકાનમાં રહેતા શનાભાઈ રયજીભાઈ નાયક તેમજ તેઓનો પરિવાર ગઈકાલે રાત્રિના સુમારે જમી પરવારી નિત્યક્રમ મુજબ પોતાના મકાનમાં સુઈ રહ્યો હતો જેમાં હાલમાં છેલ્લા કેટલાય દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે મકાનમાં આવેલી બીજા ખંડની માટીની દિવાલ પાણીના ભેજવાળી થઈ કમજોર બની હતી જે દીવાલને અડીને શનાભાઇની બાર વર્ષીય પુત્રી ગાયત્રી તેમજ તેઓના પત્ની રેશ્માબેન સુઈ રહ્યા હતા જેમાં પાણીના ભેજથી કમજોર બની ગયેલી કાચી માટીની દિવાલ એકા એક રાત્રીના સુમારે દીવાલની બાજુમાં ભર નિંદ્રામાં સૂઈ રહેલી ગાયત્રી પર પડતા ગાયત્રી દિવાલ નીચે દબાઈ ગઈ હતી જ્યારે બાજુમાં સૂઈ રહેલ તેની માતા રેશમાબેનને દિવાલ પડવાથી  છાતીના ભાગે ઇજા પહોંચી હતી જેમાં એકાએક ઘરમાં આવેલી દિવાલ ધરાશય થતાં બૂમાબૂમ થતા  પરિવારજનો સહિત આડોશ પાડોશના લોક જાગી ગયા હતા અને તાત્કાલિક દોડી આવી દિવાલ નીચે દબાયેલી ગાયત્રીના  શરીર પરથી દીવાલનો કાટમાળ ખસેડી ગાયત્રીને બહાર કાઢતા ગાયત્રીને માથા સહિત શરીરે ગંભીર ઈજાઓ પહોંચી તાત્કાલિક હાલોલની રેફરલ હોસ્પીટલ ખાતે સારવાર માટે  લાવવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે ગાયત્રીને જોઈ તપાસી મૃત જાહેર કરી હતી જેને લઇને પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને શનાભાઇ તેમજ રેશ્માબેનની ચાર સંતાનો પૈકીની સૌથી મોટી પુત્રી ગાયત્રીનું માટીની કાચી ભેજવાળી દિવાલ ધરાશય થઈ તેની પર પડવાની કમભાગી ઘટનામાં કરુણ મોત થતા તેઓએ આક્રંદ મચાવી મુકતા વાતાવરણમાં ગમગીની પ્રસરી જવા પામી હતી જેમાં હાલોલના પાનેલાવ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ ૬ માં અભ્યાસ કરતી અને ઘરની સૌથી મોટી પુત્રી અને ૨ અન્ય બહેનો તેમજ અઢી વર્ષના ભાઈની બહેન એવી ૧૨ વર્ષીય ગાયત્રીનું અકાળે કરુણ મોત નીપજતા આ દુઃખદ બનાવથી ઘનસર આંટા સહિત આસપાસના ગામો તેમજ પંથકમાં ગમગીની સાથે શોકની લાગણી ફેલાઈ હતી જેમાં બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસે ગાયત્રીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તેના પરિવારજનોને સોંપી બનાવવા અંગે અકસ્માત મોતની નોંધ કરી આગળની કાયદાકીય કાર્યવાહી અંતર્ગત વધુ તપાસ હાથ ધરી છે.