ડીસા (મેરૂજી પ્રજાપતિ)

ભાજપ સરકાર દ્વારા વિકાસની યાત્રા અવિરિક્ત ચાલુ છે.કોંગ્રેસ મુક્ત ભારત કે કોંગ્રેસ યુક્ત ભાજપ બનાવવા પાર્ટી પ્રયત્નશીલ છે. રોડરસ્તા,જ્યોતિગ્રામયોજના હેઠળ 24 કલાક વીજળી અને આરોગ્ય લક્ષી સેવાઓ જેવી અનેક યોજનાથી સરકાર અવલ્લ નંબરે છે.સાથે રી-સર્વે જેવી લોક અ-કલ્યાણકારી યોજનાઓ પણ સરકારે અમલમાં મૂકી છે.

ત્યારે સરકારના ગુજરાત પ્રદુષણ નિયનત્રણ બોર્ડ દ્વારા નોટિસ પ્રસિદ્ધ કરાયેલ છે.જેમાં પશુપાલન અને ગૌ શાળાઓના સંચાલકો અને મોટા પાયે પશુપાલન કરતા ખેડૂતોએ પ્રદુષણવિભાગ માંથી સર્ટિ મેળવવું ફરજિયાત છે.જેને લઈ પશુપાલકોમાં સ-રોષ ચર્ચાઈ રહ્યું છે. કે એક તરફ ખેડૂત ખાતેદારના ખાતામાં રૂ.2000 નો હપ્તો આપી સરકાર ખેડૂતોને સહાય રૂપ બને છે. જ્યારે બીજી તરફ ખેતરમાં રહી ખેતી અને દૂધ ઉત્પાદન થકી નભતા ખેડૂતોને બે ચાર દુઝણા, બે ત્રણ બાખડ અને બચ્ચા મળી દસએક પશુઓ ની સંખ્યા થતી હોય છે.જેનું સર્ટિ લેવાનું થાય તો સરકાર એક હાથે આપી બીજા હાથે લેવા વાળી વાત કરી રહી છે. જેનાથી મોટાપાયે પશુપાલન કરતા લોકો કે ગૌશાળા સંચાલકો પાસેથી પૈસા વસુલવા નવી પદ્ધતિ અપનાવી હોવાની ચર્ચા સાથે ખેડૂતોમાં રોષ વ્યાપેલ છે.

બનાસકાંઠાના ખેડૂતો ખેતીસાથે પશુપાલન-દૂધ ઉત્પાદન થકી છેડા ભેગા કરે છે.ખેડૂતો પશુપાલન કરે છે.મોટાભાગના ખેડૂતો ખેતરોમાં વસવાટ કરે છે. સિંચાઈ માટે થ્રિ ફેજ અને રહેણાંક માટે ઘર મીટર ધરાવે છે.ત્યારે ખેતરમાં પશુઓ માટે બનાવેલ ઓથ, પતરાના ઢાળીયા અને શેડમાં એક કે બે લાઈટના બલ્બ લગાવેલ હોય છે. વીજ કંપનીના નિયમ મુજબ કોમર્શિયલ વીજ જોડાણ લેવું જરૂરી છે.ત્યારે વીજ કંપની દ્વારા દંડનિય કાર્યવાહી કરવામાં આવે છે. જેને લઈ ખેડૂતોમાં સરકાર પ્રત્યે રોષ જોવામળી રહ્યો છે.ખેડૂતોના ઘર રહેણાંક મકાનના મીટરમાંથી પશુઓને રખરખાવ માટે વીજળી વાપરવાની સરકાર છૂટ આપે તેવી માગણી ઉઠવા પામી છે.

 ગુજરાતમાં થઈ રહેલ મેઘમહેર મેઘ કહેર પણ અનેક તર્ક વિતર્ક સાથે ચર્ચા જગાવી વિપક્ષને સરકારના કાન આમળવાનો અવસર પ્રદાન કરેલ છે. ૧૭મીસપ્ટેમ્બરે વડાપ્રધાનશ્રી નરેદ્રભાઈમોદીના જન્મદિન નિમિતે પાણીછોડી સરકાર ઉજણીકરી ચાપલુસી કરવા ભારેજહેમત ઉઠાવી રહી હતી.જેને લઈ ૬ સપ્ટેમ્બરથી ડેમ લેવલના નિયમિત આંકડાઓ ગાયબ થયા,રુલ લેવલ ન ઝળવાયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.ત્યારે એકતરફ વિદ્યુતમથક બંધ રાખીસરકાર 17મી તારીખની રાહ જોઈ રહી હતી ત્યારે ઉપરવાસ મધ્યપ્રદેશમાં પડેલ મુશળધાર મેઘાએ ખેલ બગાડ્યો અને 17મી એ સરકારી તંત્રે 20 લાખ ક્યુસેક પાણી છોડવાની ફરજપડી.ભરૂચ અને અંકલેશ્વરમાં પુરની સ્થિતિસર્જાઈ અને પ્રજા ભયાનક તારાજીનો ભોગબની જેને લઈ પ્રજાએ ભોગવેલ હાલાકી માનવસર્જીત સરકાર સર્જીત હોવાનું કહેવાઈ રહ્યું છે.ત્યારે સરકારીતંત્ર આગામી દિવસોમાં લોકોપાસે કેવા ખુલાસા રજૂ કરે છે.તે જોવું રહ્યું.