ડીસા થી માઉન્ટ આબુ ખાતે બિરાજમાન અધ્ધરદેવી અર્બુદા માતા ના સાનિધ્ય મો 9 મી પગપાળા યાત્રા સંઘ નું આજે પ્રસ્થાન કરવામાં આવ્યુ
ડીસા થી માઉન્ટ આબુ ખાતે બીરાજમાન રાજ રાજેશ્વરી અધ્ધરદેવી અર્બુદા માતાજીના સાનિધ્યમાં આજરોજ ડીસા થી બનાસકાંઠા જિલ્લા માળી સમાજના પરમાર પરિવારના લોકોએ પેદલ યાત્રા સંઘમાં જોડાઈ અને સંઘને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું
વાત કરીએ તો અર્બુદા માતા એ માઉન્ટ આબુ ખાતે બિરાજમાન અધ્ધરદેવી તરીકે ઓળખાય છે અને અનેક કુળ ના લોકો ની કુળદેવી તરીકે બિરાજમાન છે ત્યારે માળી સમાજના પરમાર પરિવારના કુળની દેવી અધ્ધરદેવી અર્બુદા માતા પણ પોતાની કુળદેવી માને છે ત્યારે આ સંઘ નું પ્રસ્થાન લગભગ 2014માં પહેલું પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ અને પુનમાજી મગનાજી પરમાર ના પરિવાર તરફથી આ સંઘનો પ્રસ્થાન કરવામાં આવેલ ત્યારે બીજા વર્ષે પરમાર પરિવારના લોકો આ સંઘમાં જોડાઈ અને યોગદાન આપેલ અને પછી ધીમે ધીમે બનાસકાંઠા જિલ્લાના માળી સમાજના પરમાર પરિવારના લોકો દૂર દૂરથી આવી આ સંઘમાં જોડાયા હતા ત્યારે આ વર્ષે આ સંઘ નવમા વર્ષમાં પ્રવેશ કરે છે અને આજે નવમી પગવાળા યાત્રા યોજાઈ હતી
આ પગપાળા યાત્રા અર્બુદા માતા પગપાળા યાત્રા સંઘના પ્રમુખ શિવાજી સોનાજી પરમારના ઘરેથી માતાજી ના રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારે પ્રસ્થાન વખતે ડીસાના લોકલાડીલા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ગુજરાત વેર હાઉસિંગ ના પૂર્વ ચેરમેન મગનલાલ માળી તથા સમાજના અનેક આગેવાનો સાથે આવી આ સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જ્યારે આજે સંઘના પ્રસ્થાન વખતે માતાજી પણ મહેરબાન થઈ સવારથી જ ધીમીધારે વરસાદ વરસતો રહ્યો અને લોકો ધીમે ધીમે ચાલતા રહ્યા અને લોકોને પણ ઠંડક મળી અને ડીજેના તાલ સાથે લોકો જોડાઈ માતાજીના રથ નું પ્રસ્થાન કરેલ ત્યારે આ સંઘની અંદર લગભગ 300 જેટલા લોકો પગપાળા યાત્રાએ જશે આ સંઘમાં પરિવાર સાથેના લોકો હોય દિવસના ચાલવાનો અને રાત્રે સંપૂર્ણ આરામ અને ભજન કીર્તન કરશે અને ચાર દિવસે એટલે કે તા. 22,9,2023 ના રોજ સાંજે 5:00 વાગે માઉન્ટ આબુ ખાતે રાજપુત ધર્મશાળા પહોંચી રાત્રી ભોજન લઈ અને ભવ્ય લોક ડાયરો પણ રાખેલ હોઈ લોકો લોક ડાયરામો પધારી ડાયરાની રમઝટ પણ માણશે અને બીજા દિવસે માતાજીના મંદિરના પ્રાંગણમાં યજ્ઞ રાખેલ હોય સર્વ ભક્તો યજ્ઞમાં જોડાશે અને મહાપ્રસાદ લઈ છુટા પડશે
અહેવાલ અમૃત માળી ડીસા