ડીસા (મેરૂજી પ્રજાપતિ)

કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ પ્રયત્ન કરેતો ગુન્હાઓ નો ભેદ ઉકેલાઈ જતો હોય છે.ત્યારે ડીસા તાલુકા પોલીસે અપહરણના ગુન્હાના આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી પ્રશ્સનીય કામગીરી કરેલ છે.

ડીસાતાલુકા પોલીસની હદમાં આવતા એકગામ ની કિશોરીનું શ્રવણજી ધારશીજી ઠાકોર રહે.ખારા હાલ રહે. લૂદ્રા વાળાએ અપહરણ કર્યું હોવાની ફરિયાદ તાલુકા પોસ્ટે.તા.5/9/23નારોજ નોંધાયેલ.જેની તપાસ ડીસા તાલુકા પી.આઈ.શ્રી એસ.એમ.પટણી ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.એમ.ચાવડા તપાસ ચલાવી રહ્યા હતા તે દરમ્યાન એ.એસ.આઈ શ્રી જસવંત સિંહ ને મળેલ બાતમીના આધારે હે.કો.ભૂરાભાઈ અને રોહિત કુમાર પોલીસ ટીમે પારપડા ગામથી આરોપીઓ(૧) શ્રવનજી ધારશીજી (૨) વિક્રમજી બાલાજી ઠાકોર અને તેની પત્ની(૩) અનિતાને તા.18/9/23 નારોજ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આરોપીને મદદગારી કરી આશરો આપતો તેનો મામો વિક્રમ અગાઉ પણ ઝાલોઢા ગામ થી તેની ભાભી અનિતાને ભગાડી ગયેલ.અને ત્યારબાદ તા.4 ઓક્ટોમ્બરે અનિતા સાથે ભાગી જઈ બાદ કિશોરીના અપહરણમાં મદદ કરી આશરો આપી ગુન્હાહિત કૃત્ય કરેલ. જે આરોપીઓને ડીસા તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડતા તાલુકા પોલીસની કામગીરી સરાહનીય બનેલ છે. ઉલ્લેખનીય છે.કે તાજેતરમાં બનાસકાંઠા પોલીસે કરોડોની લૂંટનો બનાવ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.ત્યારે પોલીસ પ્રતિબદ્ધ બની કામગીરી કરેતો ઇચ્છનીય પરિણામ મેળવી શકે છે.