રાજ્યમાં ધાર્મિક સ્થળોએ પગપાળા જતા સંઘ અને પદયાત્રીઓની સલામતી બાબતે અરવલ્લી જિલ્લામાં કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
યાત્રાધામ અંબાજી ખાતે આગામી ભાદરવી પુનમના મહામેળાનું આયોજન થવાનું છે. ત્યારે અંબાજી જતા હજારો જેટલાં સંઘોમાં લાખોની સંખ્યામાં પગપાળાં યાત્રીકો અંબાજી જશે.દર વર્ષે રાજ્યમાં ધાર્મિક સ્થળોએ પગપાળા જતા સંઘ પદયાત્રીઓ જુદા જુદા ગામો જિલ્લાઓમાંથી અંબાજી ખાતે જતા હોય છે. રાજ્યમાં આવેલા ધોરીમાર્ગો રાજ્ય માર્ગો ગ્રામ્ય માર્ગ અને અન્ય માર્ગો પરથી પસાર થતા આ પદયાત્રીઓની સલામતી જળવાઈ રહે તે ખૂબ જ અગત્યનું છે. તે અંતર્ગત અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી પ્રશસ્તિ પારીક દ્વારા બેઠકમાં જરૂરી મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી અને સૂચન કરવામાં આવ્યા.
અરવલ્લી જિલ્લામાં જે વિસામા કરવામાં આવ્યા છે તેમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ ઘટના ના બંને તે માટે તમામ વિસામા અને પદયાત્રીઓને જમણી બાજુ ચાલવા માટે વ્યવસ્થા કરવામાં આવશે. જેનાથી અકસ્માતનો ભય ના રહે.જરૂરી સાઈન બોર્ડ મુકવામાં આવશે અને જરૂરી પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા પોલીસવડા, નિવાસી અધિક કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, અન્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા . બ્યૂરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી.