શીલના ચિભડીયા લોક મેળામાં પ્રાકૃતિક કૃષિ માટેનું સ્ટોલ રાખવામાં આવ્યું 

માંગરોળ આત્મા પ્રોજેક્ટ ના સ્ટાફ ને બિરદાવવા લાયક કાર્ય 

આજ રોજ માંગરોળ તાલુકાના શીલ ગામે પ્રખ્યાત ચિભડીયા લોકમેળામાં પ્રાકૃતિક કૃષિ અને મિલેટ ઇયર અંતર્ગત આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ સ્ટાફ બ્લોક ટેક્નોલોજી મેનેજર ઈશીતાબેન ઝાલા આસિસ્ટન્ટ ટેક્નોલોજી મેનેજર હરસુખભાઇ કાથડ, હિતેશભાઈ ચુડાસમા અને શ્રી શીલ સેવા સહકારી મંડળી ના સ્ટાફ મંત્રી શ્રી ભરતભાઇ ડી ભરડા, હિરેનભાઈ ભરડા દ્વારા મેળા માં સ્ટોલ રાખી પ્રાકૃતિક કૃષિ નો પ્રચાર કરેલ અને વિજયભાઈ પરમાર કામધેનુ પ્રાકૃતિક ફાર્મ દ્વારા તૈયાર થયેલ પ્રોડક્ટ્સ નું વેચાણ પણ કરવામાં આવેલ આ ઉપરાંત નેનો યુરિયા અને નેનો ડી એ પી અંગે માર્ગદર્શન આપવામાં આવેલ અને પ્રાકૃતિક કૃષિ સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ બોહળી સંખ્યા માં ખેડૂતો એ લાભ લિધેલ હતું

આમતો લોકમેળામાં ખાણીપીણી અને રમકડાના સ્ટોલ થતા હોય છે, પરંતુ પ્રથમ વખત માંગરોળ તાલુકામા આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ અને શ્રી શીલ સહકારી મંડળી તેમજ માંગરોળ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત વિજયભાઈ દ્વારા શીલ લોકમેળામાં પ્રાકૃતિક વસ્તુનો સ્ટોલ કરી, લોકોમાં પ્રાકૃતિક ખેતીની જાગૃતતા આવે તે આશયથી આવકારદાયક કાર્ય કર્યું છે.

અહેવાલ વસીમખાન બેલીમ