કાંકરેજ તાલુકાના ખીમાણા ગામના યુવકે હેલ્પરની પરીક્ષાનું પેપર સારૂ ન જતાં ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જે પાંચ દિવસ અગાઉ ઘરેથી બાઇક લઇને નીકળ્યો હતો.

તે દરમિયાન શનિવારે દિયોદર તાલુકાના માનપુરા (ધુ) ગામ નજીક કેનાલ પાસેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.