પાલનપુર એલસીબી માવસરી પોલીસ મથકની હદમાં શુક્રવારે પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમીના આધારે એક ગાડી નંબર જીજે-14-યુ-6520 ભાટકી તરફથી મડાલી ગામ તરફ જનાર છે. જેને આધારે જોરડીયાળી ગામની સીમમાં કાચા રસ્તામાં બોલેરો ગાડી પકડી પાડી હતી.
જેમાં તપાસ કરતા તેમાં વિદેશી દારૂની 3017 બોટલ કિંમત રૂપિયા 2,38,970, બે મોબાઈલ કિંમત રૂપિયા 8000, રોકડ રકમ 3000 તેમજ 2 લાખની ગાડી મળી કુલ રૂ.4,49,970 નો મુદ્દામાલ સાથે ગાડી ચાલક મહેન્દ્રકુમાર ક્રિષ્નારામ બિશ્નોઇ (રહે.સાંચોર-રાજસ્થાન) ને પકડી માવસરી પોલીસને મથકે સોંપી તેના વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.