વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ભણીયારા ગામે આવેલ બેંક ફળિયામાં રહેતા નરસિંહભાઇ ભૂપતસિંહ સોલંકી પોતાની હોન્ડા કંપનીની શાઈન બાઈક લઈને પોતાના પત્ની મંગુબેન નરસિંહભાઇ સોલંકી ઉ વર્ષ.60 ને બાઈક પાછળ બેસાડી હાલોલ તાલુકાના ગણેશપૂરી ખાતે કામ અર્થે જઈ રહ્યા હતા જેમાં તેઓની બાઈક હાલોલ શહેરની બહાર હાલોલ વડોદરા હાઇવે રોડ પર આવેલ ટોલ નાકા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ટોલ નાકા નજીક આવેલ જ્યોતિ સર્કલ પાસે તેઓની બાઇકને એક ટ્રકના ચાલકે પોતાની ટ્રકને બેફામ પુર ઝડપે ગફલતભરી રીતે હંકારી લઈ આવી પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકની ટક્કરથી બાઇક સહિત રોડ પર પછડાયેલા મંગુબેનના પેટના ભાગે ટ્રકના તોતિંગ પૈડાં ફરી વળતાં ઘટના સ્થળે જ તેઓનું કરુણ મોત નિપજ્યું હતું જ્યારે નરસિંહભાઈને સામાન્ય ઇજા પહોંચી હતી જ્યારે અકસ્માત બનાવને લઈને આસપાસથી લોકો ઘટના સ્થળે દોડી આવતા ઘટના સ્થળે લોક ટોળા ઉમટ્યા હતા જ્યારે બનાવ અંગેની જાણ થતાં હાલોલ ટાઉન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતમાં મોતને ભેટેલા મૃતક મંગુબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો જેમાં આઘેડ વયના મંગુબેન માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હોવાની જાણ તેઓના પરિવારજનોને થતા તેઓ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મંગુબેનના મૃતદેહને જોઈને રોકકળ મચાવી મુકતા વાતાવરણમાં ગંગીની પ્રસારી જવા પામી હતી
જ્યારે ટ્રકનો ચાલક અકસ્માત સર્જી ટ્રકને ઘટના સ્થળે મૂકીને ભાગી છુટ્યો હતો જેમાં હાલોલ ટાઉન પોલીસ મથકે મૃતક મંગુબેનના પતિ નરસિંહભાઈ ભૂપતસિંહ સોલંકીએ ટ્રકના ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોધાવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.