લખતર તાલુકાનાં વણા-મોઢવાણા હાઇવે ઉપર હાઇવે ઉપર નીલગાય આડી ઉતરતા આ રસ્તેથી પસાર થતા કન્ટેનર દ્વારા તેને બચાવવા જતા તે રોડની સાઈડમાં પલ્ટી મારી ગયું હતું. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.લખતર પંથકમાં દિવસે ને દિવસે અકસાતો વધી રહ્યા છે. ત્યારે અમુકવાર રોડ ઉપર પ્રાણીઓ આડા ઉતરતા હોવાથી અકસ્માતોના બનાવો બને છે. ત્યારે તા.15-9-23ને શુક્રવારના રોજ આવો જ બનાવ બન્યો હતો. મળતી વિગત અનુસાર, મોઢવાણા તરફથી વણા ગામ તરફ કન્ટેનર આવતું હતું. તે સમયે રોડ ઉપર અચાનક નીલ ગાય આડી ઉતરી હતી. આ નીલગાય આડી ઉતરતા કન્ટેનર ચાલક નીલગાયને બચાવવા જતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને કન્ટેનર રોડની સાઈડમાં પલ્ટી મારી ગયું હતું. જો કે, આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.
વણા-મોઢવાણા હાઇવે ઉપર હાઇવે ઉપર નીલગાય આડી ઉતરતા આ રસ્તેથી પસાર થતા કન્ટેનર દ્વારા તેને બચાવવા જતા તે રોડની સાઈડમાં પલ્ટી મારી ગયું
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2023/09/nerity_fc0446f117effc46afbfc16a1275b422.webp)