ધ્રાંગધ્રામા સામાન્ય લૂંટનો કિસ્સો સામે આવ્યો હતો. ભોગ બનનાર વ્યક્તિ અને તેમના પત્ની પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રાના ચુલી ગામે રહેતા અને રેલવેમાં ફરજ બજાવતા ગોવિંદા કુમાર જે ડોક્યુમેન્ટ કામ માટે અમદાવાદ ગયેલા હતા. ત્યારબાદ ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન ખાતે ટ્રેન મારફતે ઉતરી રોકડિયા હનુમાન ચોકડી પાસેથી ચુલી જવા માટે ઓટોરિક્ષામા બેસેલા. ઓટોરિક્ષા બીજા રસ્તેથી ઓટો ચલાવી સીએનજી ગેસ ભરવાનું બહાનું બતાવેલું હતું.કર્મચારી દ્વારા રિક્ષાચાલકને કીંધું કે આ ચુલીનો રસ્તો નથી. પરંતુ રિક્ષાચાલક રોકવાની જગ્યા ફાસ્ટ રિક્ષા ચલાવી કાચા રસ્તે રોકી રોકડ મોબાઇલ અને ડોક્યુમેન્ટની લૂંટ ચલાવી નાસી ગયેલા. રિક્ષા ચાલક તથા અન્ય એક વ્યક્તિ પણ સાથે હોવાનું જાણવા મળ્યું હતું. ઘાયલ કર્મચારીને હોશ આવતા સરકારી હોસ્પિટલ આવી સારવાર લીધેલી. કર્મચારીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી હતી. બનાવની જાણ થતાં રેલવેના કર્મચારીઓ અને પરિવારજનો દોડી ગયા હતા. આ બનાવમાં કર્મચારી દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं