4 દિવસ અગાઉ પાલનપુર-ડીસા વચ્ચે અમદાવાદની ઋષભ જવેલર્સનની ગાડીમાંથી રૂ.3.18 કરોડના 6 કિલોથી વધુના સોનાના દાગીનાની લૂંટ થઈ હતી. આ લૂંટ કરવા માટે મુખ્ય ટિપ્સ આપનાર કાંકરેજ તાલુકાના રાનેર ગામના સાગર રબારીને પાટણ એસઓજીએ વોળાવીથી પકડી પાડ્યો છે.

અમદાવાદ ખાતે આવેલી ઋષભ જવેલર્સના સેલ્સમેન અશોકભાઈ બાબુભાઈ દેસાઈ પ્રકાશભાઈ પરમાર અને જગદીશભાઈ દેસાઈ તેમની સ્વીફ્ટ ગાડી લઈને 5 સપ્ટેમ્બરે પાલનપુર અને ડીસા ખાતે જુદા જુદા જ્વેલર્સમાં વેપાર માટે આવેલા હતા. સાંજના 7:00 અરસામાં તેઓ પરત અમદાવાદ જવા માટે નીકળ્યા હતા.

ત્યારે પાલનપુર નજીક ચડોતર ઓવરબ્રિજ ઉપર ટોયટો કોરોલા ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સોએ તેમની ગાડી ઉભી રખાવી બળજબરીપૂર્વક ગાડીમાં બેસી છરા બતાવી ઋષભ જવેલર્સનના સેલ્સમેનો પાસેથી રૂ.3.18 કરોડ ઉપરાંતના 6 કિલોથી વધુના સોનાના દાગીનાની લૂંટ કરી ગયા હતા.

આ લૂંટની ઘટનામાં પાટણ એલસીબી પોલીસે 6 શખ્સોને સોનાના દાગીના સાથે પકડી પાડ્યા હતા. પરંતુ આ લૂંટ માટે મુખ્ય ટિપ્સ આપનાર સાગર રબારી પકડાયો ન હતો. પોલીસ તેને પકડવાની ફિરાકમાં હતી તે વખતે આ સાગર રબારી સરસ્વતીના વોળાવી ખાતે આવવાનો છે તેવી પાટણ એસઓજી પોલીસને બાતમી મળતા પોલીસે વોળાવી ખાતે વોચ ગોઠવી કાંકરેજ તાલુકાના રાનેર ગામના સાગર રેવાભાઇ દેસાઈને પકડી પાડ્યો હતો અને પાલનપુર પોલીસને સોંપ્યો હતો.

આ અંગે પાલનપુર તાલુકા પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, "પાટણ પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટથી પાલનપુર લવાયા બાદ આરોપીઓની મામલતદાર સમક્ષ ઓળખ પરેડ કરવામાં આવી હતી. ચરોતર બ્રિજ પાસે તેમાં સ્થાનિક લોકો ને ઓળખવા માટે મામલતદાર સમક્ષ હાજર રખાયા હતા.

આરોપીઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ સોનાના બાકી દાગીના ક્યાં છુપાવ્યા છે તે રિકવર કરવાના બાકી છે. તેમજ નહેરમાં ફેંકી દેવાયેલા મોબાઈલ શોધવા ઉપરાંત ક્યાં ક્યાં ગુનાઈત કૃત્ય આચર્યા છે તે જાણવા પાલનપુર ચીફ કોર્ટમાં રિમાન્ડ મંજૂર કરવા માટે રજૂ કરવામાં આવ્યા હતા કરવા માટે.

આ અંગે પાલનપુર તાલુકા પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓએ જ્વેલર્સ કર્મીઓના પાંચ કલાક પહેલાં એદલા પાસેની નહેરમાં ફેંકી દીધા છે પણ લીઓ. જે તરવૈયાઓ પાસેથી શોધવા માટેની કામગીરી મેજિસ્ટ્રેટની મંજૂરી બાદ હાથ ધરાશે.

પાટણ પોલીસે 5 આરોપીઓને ઝડપી લીધા બાદ ટ્રાન્સફર વોરંટથી પાલનપુર તાલુકા પોલીસ મથકે લવાયા હતા. જે બાદ તાલુકા પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે જણાવ્યું કે "લૂંટારાઓએ જવેલર્સ કર્મીઓના 5 મોબાઇલ સિંચાઈ નહેરમાં ફેંકી દીધા હતા. અને આરોપીઓ પાસેથી સોનાનો અડધો જ માલ મળ્યો છે બાકીનો માલ રિકવર કરવાનો બાકી છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓની કોણે કોણે મદદ કરી એ દિશામાં પણ તપાસ કરશે.

ચડોતર પર લૂંટની ઘટનાને અંજામ આપીને ગઢ ચાર રસ્તા ઉપર જ્વેલર્સ કર્મીઓને ઉતારીને ફરાર થઈ જનારા લુંટારાઓ એ કેવી રીતે ક્યાંથી ક્યાં ગયા હતા તેનુ રી-કન્સ્ટ્રક્શન પાલનપુર તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવશે. જેમાં તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવશે અને ચડોતરથી ગઢ સુધી પોલીસ સાથે રહેશે.