ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ ચીકટ્યા ગામે તાલુકા પંચાયત ના માજી ઉપપ્રમુખ ઉપર શુક્કરભાઈ ચૌધરી ઉપર હુમલો કરી શરીર ના ભાગે નખ મારી ઈજાઓ પહોંચાડી હતી, જેની જાણ વન વિભાગ ને જાણ કરાતા દીપડાને પાંજરે પૂરી જંગલમાં છોડવામાં આવ્યો હતો..

મળતી માહિતી મુજબ , ડાંગ નાં ચીકટ્યા ગામે શુક્કરભાઈ તેમના ઘરના ઓટલા પર ઊંઘી રહ્યા હતા, તે દરમિયાન શિકાર ની શોધમાં ગામમાં ઘૂસી આવેલા દીપડાએ શુક્કર ભાઈ ને શિકાર સમજી તેમના પર હુમલો કર્યો હતો, જેથી શુક્કરભાઈ બૂમાબૂમ કરતા દીપડો ભાગી ગયો હતો, આ હુમલામાં શુક્કરભાઈ ને હાથ તેમજ ખભાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને પગલે તેમને તાત્કાલિક સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા, ત્યાર બાદ વનવિભાગે દીપડા ને પાંજરે પુરવા માટેની કવાયત હાથ ધરી હતી..

ત્યારે ગતરોજ દીપડો પાંજરે પુરાયો હતો જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા..