નાલસા (national legal servise Authority) અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ ના માર્ગ દર્શન અને સૂચના થી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ બોડેલી ખાતે તારીખ : ૦૯/૦૯/૨૦૨૩ના રોજ નેશનલ લોક અદાલત યોજાઇ જેમાં મોટા પ્રમાણે પક્ષકારો હાજર રહિયા અને સમાધાનની રાહે બોડેલી ખાતે કુલ ટોટલ ૪૪૦ કેસોનું નિકાલ કરવામાં આવેલ હોય બોડેલી તાલુકાનું કોર્ટમાં ગુજરાત માં નોધપાત્ર સફળ લોક અદાલત નું આયોજન થયેલ હોય જેને સફળ બનાવવા ની કામગીરી મે.બોડેલીના બીજા એડી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ( અંદલીપ તિવારી સાહેબ) સાહેબની કોર્ટમાં કુલ ૫૭૩ કેસો માથી ૦૬.૩ % જેટલા કેસો એક દિવસમાં નિકાલ કરવામાં આવેલ . જેમાં સીવીલ કેસ ૩૬ MACT કેસ ૯ જેમાં ૫૮,૦૦,૦૦૦/- ની રીકવરી કરવા આવેલી અને ક્રિમિનલ કેસ ૧ આમ કુલ મળી ને ૪૬ કેસો નો સફળ નિકાલ કરવામાં આવેલ. તેમજ મે.બોડેલીના પ્રિન્સીપલ સિનિયર સીવીલ જજ અને એડી.ચીફ.જયુડી.મેજી જજ (આશુતોષ રાજ પાઠક સાહેબ) ની કોર્ટ ના કુલ ૨૧૯૨ કેસો માથી ૧૫.૦૫% જેટલા કેસો સામાધાનના આધારે કુલ કેસ માથી ચેક બાઉન્સ ના ૩૧ કેસો નો નિકાલ થયો જેમાં રૂપિયા : ૪૬,૦૭,૧૬૬/- રિકવરી કરવા માં આવેલી તેમજ મેટ્રોમોનિયલ ૨૨ તેમજ કબૂલાતના કેસો ૨૬૦ તેમજ ક્રિમિનલ કેસો ૦૨ તેમજ સીવીલ કેસો ૦૭ નો નિકાલ કરવામાં આવેલ તેમજ મનીસૂટ ના ૭ કેસો નિકાલ કરવામાં આવેલ તેમજ ગરીબ પક્ષકારો ને લોક અદાલતનો લાભ મળવાથી મિનિમમ દંડની રકમ રાખી ૩૨૯ કુલ કેસોને નિકાલ કરવામાં આવેલો તેમજ
મે.બોડેલીના એડી. સીવીલ જજ અને. જયુડી. મેજી. ફ.ક જજ (એ.પી વર્મા સાહેબ) ની કોર્ટ ના કુલ ૮૧૭ કેસો માથી ૭.૯૬% જેટલા કેસો સામાધાનના આધારે કુલ કેસ માથી ચેક બાઉન્સ ના ૪૭ કેસો નો નિકાલ થયો જેમાં રૂપિયા-૧,૦૪,૬૯,૯૭૪/- રિકવરી કરવા માં આવેલી તેમજ મેટ્રોમોનિયલ ૨ તેમજ ક્રિમિનલ કેસ ૭ તેમજ સીવીલ કેસ ૬ નો નિકાલ કરવામાં આવેલ તેમજ મની રીકવરી ના ૦૩ કેસોનો નીકાલ કરવામાં આવેલ, આમ કુલ મળી ૬૫ કેસોનો નિકાલ કરવામાં આવેલ તેમજ ગરીબ પક્ષકારો ને લોક અદાલતનો લાભ મળવાથી મિનિમમ દંડની રકમ રાખી બોડેલી તાલુકા ની અંદર સમગ્ર લોક અદાલત આકડો ૪૪૦ કેસોનો નિકાલ થયે થી સફળ લોક અદાલત રહી હતી અને સમગ્ર ગુજરાતમાં લોક અદાલતની નોધપાત્ર કામગીરી બોડેલી તાલુકાની રહી હતી જેને સફળ બનાવવા માટે જ્યુડિશિયલ ઓફિસર ,બોડેલી વકીલ મંડળના વકીલશ્રીઓ તથા કોર્ટ સ્ટાફ તેમજ પોલીસ મિત્રો વિગેરેના સાથ-સહકારથી આ નેશનલ લોક અદાલતનો પ્રોગ્રામ સફળ રહિયો હતો.