ડીસામાં લગ્નની લાલચે એક સગીરાનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે. જે મામલે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરી સગીરાનું અપહરણ કરનાર યુવક સામે ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પાટણ જીલ્લાના વતની ડીસાના એક ગામના ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા એક પરિવારની સગીરાનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં સગીરાની સગાઈ સમાજના જ યુવક સાથે નક્કી થઈ હોવાથી તેને વાતચીત કરવા માટે એક મોબાઈલ ફોન આપ્યો હતો. તેમજ સગીરાના પિતા અને ભાઈ મજૂરી કામ અર્થે બહાર ગયા હતા અને માતા પણ ખેતરે ચાર લેવા ગઈ હતી. તે સમયે તેમની 14 વર્ષ અને નવ માસની સગીરા ઘરેથી ગૂમ થઈ ગઈ હતી. ઘરે આવી આજુબાજુમાં, સગા સબંધીઓને ત્યાં તપાસ કરતા સગીરાનો ક્યાંય પતો લાગ્યો ન હતો.
બાદમાં તેના પરિવારજનોએ તેને આપેલા મોબાઇલ પર તપાસ કરતા તે દિયોદરના લુદરા ગામના શ્રવણ ઠાકોર નામના યુવક સાથે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરતી હોવાનું જણાયું હતું. જેથી સગીરાના પરિવારજનોએ યુવકના ઘરે જઈ તપાસ કરતા તે પણ ઘરેથી ગુમ થઈ ગયો હતો. જેથી સગીરાના પરિવારે તેમની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી આ યુવક ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.