શાળાના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લઈ વિવિધ પ્રકારની રાખડીઓ બનાવી.

પ્રથમ પાંચ વિજેતા ને ઈનામો અને ભાગ લેનાર તમામ સ્પધૅકોને પ્રોત્સાહન ઇનામો એનાયત કરાયા..

ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા પ્રસંગોચિત પર્વને લઈને વિવિધ કાર્યક્રમોની સાથે સાથે પવૅ નું મહત્વ લોકો સમજે તેવા ઉદ્દેશથી હરિફાઈ ના પણ આયોજન કરવામાં આવતા હોય છે.ત્યારે આગામી રક્ષાબંધન નાં પર્વને ધ્યાનમાં રાખી ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા શહેરની વી એમ દવે પ્રાથમિક અને માધ્યમિક શાળામા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાખડી બનાવવાની હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ હરિફાઈ માં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ રાખડી બનાવવાની સામગ્રી પોતાના ઘરેથી લાવી ને શાળામાં પોતાની જાતે જ અવનવી રાખડીઓ બનાવી હતી.

આ પ્રોગ્રામ નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ માં રહેલ સુસુપ્ત શક્તિ ને બહાર લાવવા અને વિધાર્થી જાતે જ રાખડી બનાવી તેનું મહત્વ સમજી પોતાના વ્હાલસોયા ભાઈ ને પોતે જાતે તૈયાર કરેલ રાખડી બાંધી શકે તે હોવાનું જણાવ્યું હતું.

રાખડી બનાવવાની હરિફાઈ માં ભાગ લેનાર વિધાર્થીઓ પૈકી પ્રથમ પાંચ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા તો અન્ય હરિફો ને પણ પ્રોત્સાહન ઇનામો આપી પ્રોત્સાહીત કરાયા હતા.

ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા આયોજિત રાખડી હરિફાઈ નાં મહિલા સંયોજિકા મમતા ખમાર, મહિલા સહ સંયોજીકા રમીલાબેન પટેલ, જાગૃતિબેન પ્રજાપતી અને કારોબારી બહેનો હાજર રહ્યા હતાં.

સ્કૂલ ના શિક્ષીકા બહેનોએ વિધાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર પ્રોગ્રામ નું આયોજન અને સંચાલન સ્કૂલ સુપરવાઈઝર મમતાબેન ખમાર દ્વારા કરવામાં આવ્યું હતું.