વઘઇ, શિવારીમાળમાં પ્રજ્ઞાચક્ષુ, દિવ્યાંગ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપતા શિક્ષકોનું અભિવાદન કરાયુ..
ડાંગ જિલ્લાની તમામ શાળાઓમાં પણ શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હોય ત્યારે વઘઇ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા શિક્ષક દિન નિમિત્તે શિવારીમાળમાં માનવ કલ્યાણ સંચાલિત અંધજન બાળકોની શાળામાં પ્રજ્ઞા ચક્ષુ તથા ફિઝિકલી અનફીટ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપતા શિક્ષકોનુ અભિવાદન કરવામાં આવ્યું હતું, આ શિક્ષકો ના સન્માન કાર્યક્રમમાં વઘઇ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ પી.બી.ચૌધરી તેમની પોલીસ ટીમ સાથે ઉપસ્થિત રહી શાળાના બાળકો ને વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષકોની ભૂમિકા વિશે વિસ્તૃત સમજણ આપી હતી, આ સન્માન કાર્યક્રમમાં વઘઇ પોલીસ સ્ટેશન ના મહિલા એ.એસ.આઈ હસુબેન, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ, વિજયસિંહ, નરેન્દ્રભાઈ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ દિવ્યાબેન, ભારતીબેન, સુહાનાબેન ઉપસ્થિત રહ્યાં હતા..