એલસીબીની ટીમે સોમવારે રાત્રે રાણપુર-આથમણાવાસ ગામના બનાસ નદીના પટમાં રેડ કરી હતી. જ્યાં જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે ત્રણ ફરાર થઈ ગયા હતા. પોલીસે રોકડ મોબાઈલ મળી કુલ 1.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

એ6લસીબીના પીએસઆઇ પી.એલ.આહીરે ટીમ સાથે રાણપુર આથમણા વાસ ગામના નદીના પટમાં રેડ કરી હતી. જ્યાં જુગાર રમતાં શ્રવણજી ભીખાજી ઠાકોર (રહે, મોટા તા. પાલનપુર), પ્રહલાદજી ઇશ્ર્વરજી ઠાકોર, યોગેશકુમાર ક્શિનભાઇ વાઘેલા, પ્રકાશજી ઈશ્વરજી ઠાકોર, શ્રવણજી મફાજી ઠાકોર (તમામ રહે રેજીમેન્ટ, ડીસા), દિપકુમાર જ્યંતીભાઇ પરમાર (રહે, શિવનગર, ડીસા), અશોકભાઇ ઇશ્ર્વરજી ઠાકોર, પ્રવિણજી ઇશ્ર્વરજી ઠાકોર (બન્ને રહે. આથમણાવાસ, રાણપુર તા.ડીસા) ને ઝડપી પાડ્યા હતા.

 જ્યારે મેવાજી તલાજી ઠાકોર (રહે.મોટા પાલનપુર), દિનેશજી ચમનજી છેપા (ઠાકોર), નટવરજી ચમનજી છેપા (ઠાકોર) (બન્ને રહે. આથમણા વાસ,રાણપુર તા. ડીસા) ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડ,મોબાઈલ મળી કુલ 1,18,800નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે ગૂનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.