ડીસા માંથી વધુ એક બાઈક ચોર ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં શહેર દક્ષિણ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સને ચોરીના બાઈક સાથે ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે..
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરી ના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે ગઈકાલે સાંજે ડીસા શહેર દક્ષિણ પોલીસ પેટ્રોલિંગ માં હતી અને ફુવારા સર્કલ બાજુ તપાસ ચાલી રહી હતી, તે સમયે ખાનગી રાહે માહિતી મળતા અને ત્યાંથી પસાર થતા એક યુવક પર શંકા ગઈ હતી, જેથી પોલીસે તેને અટકાવી પૂછ પરછ કરતા તે લાલચાલી વિસ્તાર નો રહેવાસી કિરણ લુહાર હોવાનું જણાવ્યું હતું..
પોલીસે તેની યુક્તિ પ્રયુક્તિ થી પૂછપરછ કરતા તેને બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે તેની અટકાયત કરી હતી અને તેણે છુપાવેલા સ્થળ પર થી 30 હજાર રૂપિયાની કિંમતનું બાઈક જપ્ત કર્યું હતું..
ડીસા શહેર દક્ષિણ પોલીસે અત્યારે આ યુવકને પકડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે, અને અન્ય ચોરીના ગુનાઓ ઉકેલવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે..