પાવીજેતપુરમાં વરસાદ પડતા ભારજ નદીના પટમાં બનાવેલ ડાયવર્ઝન બંધ થતાં બેરીકેટ મૂકી રસ્તો બંધ કરાયો
પાવીજેતપુર નગરમાં મોડી સાંજે વરસાદના ઝાપટા શરૂ થતા કોઈ અઘટિત ઘટના ન ઘટે તે હેતુસર સિથોલ પાસે બનાવેલ કામ ચલાઉ ડાયવર્ઝન બંધ કરી દઈ સીધો રસ્તો તંત્ર દ્વારા બેરીકેટ મૂકી તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના ભારજ નદીના પુલનું સેટલમેન્ટ થવાના કારણે મોટી રાસલીથી શિથોલ નદીના પટમાં ગામ લોકોએ એક કામ ચલાઉ ટુ વ્હીલર તેમજ ફોર વીલર નું ડાયવર્ઝન જે બનાવ્યું છે જે ડાયવર્ઝન પાવીજેતપુર પંથકમાં સાંજના સમયે વાતાવરણ બદલાતા તેમજ વરસાદના ઝાપટા શરૂ થતા તાત્કાલિક ડાયવર્ઝન બંધ કરી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો જે અંગે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે વરસાદી વાતાવરણ હોવાના કારણે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે તેથી રંગલી ચોકડી વાળુ અથવા ડુંગરવાટ ચોકડી વાળુ ડાયવર્ઝનનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું હતું.
આમ, પામીજેતપુર પંથકમાં સાંજના ૭.૩૦ વાગ્યાના અરસામાં મેઘાએ પધરામણી કરતાની સાથે જ ભારજ નદીના પટમાં બનાવેલ ડાયવર્ઝનને બંધ કરી દેવામાં આવ્યો હતો. વન કુટીર પાસે તંત્ર દ્વારા ઉપરવાસમાં વધુ વરસાદ હોવાના કારણે બેરીકેટ મૂકી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.