વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા.1 થી 17 સપ્ટેમ્બર સુધી અંગદાન જાગૃતિ અભિયાન ચાલનાર છે. જેમાં ડીસા નગરજનો પણ જોડાય તે માટે આઈ.એમ.એ. ડીસા દ્વારા અપીલ કરવામાં આવી છે. અંગદાન મહાદાન અભિયાન 1 થી 17 સપ્ટેમ્બર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં અંગદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

જેમાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ડીસાના પ્રમુખ ડો.તપન ગાંધી તેમજ સેક્રેટરી ડો.દિપક પરમારે બનાસકાંઠા તેમજ ગુજરાતની જનતાને અંગદાન ડોનેશન કરવા માટે અંગદાન જાગૃતિ અભિયાનમાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી. આ અંગે સેક્રેટરી ડો.દીપકભાઈ પરમારે જણાવ્યું હતું કે અંગદાનની ખૂબ જરૂર છે. જો અંગદાન કરવામાં આવે તો હોસ્પિટલમાં માં અંગોના રાહ જોતા આપણા ભાઈ-બહેનો તેમજ વડીલને નવું જીવન મળે.

અંગદાન જનજાગૃતિ અભિયાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દ્વારા અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી ઘણા લોકોને નવું જીવન મળ્યું છે. બ્રેઇન ડેડ વ્યક્તિ જો એના બધા અંગો જેવા કે લિવર, કિડની, આંખ, સ્વાદુપિંડ, ચામડી, હદય જેવા અંગોનું દાન કરે તો બીજા આઠ લોકોને નવું જીવન મળી શકે.