ફતેપુરા શ્રી આઈ.કે.દેસાઈ હાઇ.સ્કૂલ ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરાઈ. શ્રી આઈ.કે દેસાઈ. હાઈ. સ્કૂલમાં સર્વપલ્લી રાધાકૃષ્ણની જયંતિ નિમિત્તે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિધાર્થીઓએ શિક્ષક, આચાર્ય તેમ જ સુપરવાઈઝર બનીને તમામ વર્ગોમાં શિક્ષકકાર્ય સુપેરે અદા કર્યુ હતું. જેમાં પ્રાથમિક વિભાગમાં 64 વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બન્યા હતા. શિક્ષક તરીકે ફરજ બજાવનારા વિદ્યાર્થીઓ એ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. ત્યારબાદ શાળાના આચાર્ય દ્વારા બાળકોએ કરેલ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી અને તેમને બિરદાવ્યા હતા બાળકોએ પણ આ એક દિવસના શિક્ષકની ભૂમિકા ભજવી એનો જે પણ કંઈ અનુભવ થયો તે વિદ્યાર્થીઓ સામે રજૂ કરયો હતો.
ફતેપુરા શ્રી આઈ.કે.દેસાઈ હાઇ.સ્કૂલ પ્રાથમિક અને માધ્યમિક વિભાગ ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી
![](https://i.ytimg.com/vi/Yxv5Ym4lo0U/hqdefault.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)