ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી એવા માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન દ્વારા જરૂરીયાતમંદ લોકોને જન્માષ્ટમી પર્વ નિમિત્તે
જીવન જરૂરિયાતની વસ્તુઓ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યુ
સાવરકુંડલા શહેર ના લોકોને તહેવાર પ્રસંગે જરૂરી ખાધ સામગ્રી ખાઈ તથા બનાવી શકે તેવી વસ્તુઓ. સાવરકુંડલા માં ચાલતા 3 છાશ કેન્દ્રમાં આવતા પરિવારોને આ સહાય મધ જેવી મીઠી લાગી હતી ભગવાન મહાવીરના અનુયાયી એવા ખેતાણી પરિવાર દ્વારા. ખાસ કરીને આખા વર્ષ દરમિયાન સાવરકુંડલા શહેરના જરૂરિયાતમંદ લોકોને છેલ્લા છ વર્ષથી 1400 પરિવારને વિનામૂલ્યે નિયમિત છાશનું વિતરણ કરવામાં આવે છે સાવરકુંડલા શહેર માં આવેલ શ્રીતાત્કાલીક હનુમાનજી આશ્રમ તેમજ શ્રી ઉતાવળા હનુમાનજી મંદિર અને શ્રી જલારામ મંદિર ખાતે નિયમિત છાશ કેન્દ્ર ચાલે છે તેમજ સાથોસાથ વર્ષમાં ધાર્મિક પર્વ પર કરિયાણાની કીટ નું પણ વિના મૂલ્ય વિતરણ કરવામાં આવે છે આ છાશ કેન્દ્ર ના સંપૂર્ણ લાભાર્થી એવા મહાવીર સ્વામીના અનુયાયી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈ સાવરકુંડાવાળા દ્વારા જન્માષ્ટમી પર્વ પર જરૂરિયાતમંદ લોકોને માનવ સેવાના આ મહાયજ્ઞમાં રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ
રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા