લાખણી (મેરૂજી પ્રજાપતિ)

લાખણી પંથકની પ્રજાને શિક્ષિત બનાવવા દાયકાઓથી મહેશદવે જસરા પરિવાર પ્રયત્નશીલ છે.ત્યારે...આજ સુધી વાવ,થરાદ,સૂઇગામ, લાખણી તાલુકામાં એકપણ નર્સિંગ કોલેજ નથી ત્યારે લાખણીના જસરા જેવડા નાનકડા ગામમાં સરકારે નર્સિંગ કોલેજની માન્યતા આપી પશ્ચિમી બનાસકાંઠાને મોટી ભેટ ધરેલ હોય લોકો તમામ આગેવાનોનો અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.લાખણી પંથકના સ્વંયભુ લોકસેવક મહેશભાઈ કે.દવે ના અધ્યક્ષણા હેઠળ કાર્યરત અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત અદ્વૈત નર્સિંગ કોલેજ જસરા ખાતે કાર્યરત થશે.જેથી વાવ,થરાદ,સુઇગામ સાથે ધાનેરા,ડીસા અને દિયોદરના ગ્રામ્યજનોને પણ લાભ થશે.વર્તમાન સમયમાં અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટના નેજા હેઠળ પ્રાથમિક શિક્ષણથી લઈ આર્ટ્સ કોલેજ સુધી વિદ્યાર્થીઓને સંસ્કાર સહ શિક્ષણ અપાઈ રહ્યું છે. જે શિક્ષણ અર્થીઓને આશીર્વાદ સમાન છે.શ્રી મહેશદવે પંથકના દર્દીઓની સેવા કરવા દાયકાઓથી 24×7તત્પર હોય છે. ત્રણેક દાયકાઓથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા પંચાયતમાં સુ-વહીવટ માટે ગામે ગામ યુવાનોને જાગૃત કરી પંથકમાં નવી પેઢી રાજકીય રીતે સક્રિય થઈ તેમાં મહેશદવેનો ફાળો છે.ત્રણ દાયકાઓ પૂર્વે સહસ્ર બદીના સર્વશ્રેષ્ઠ ધર્મધિકારી પૂ.ચંદ્રશેખર પંડિતજી મહારાજનું ચેતવણી સૂત્ર "જો રાષ્ટ્ર ભક્તિના પાઠ ન ભણાવાયાતો

વિદ્યાલયો,મહાવિદ્યાલયોશિક્ષિત શેતાન બનાવવાના કારખાના બની જશે." ને આત્મસાત કરી પૂ. કિશોરજી શાસ્ત્રી ના માર્ગદર્શનમાં  અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટના નેજા હેઠળ સંસ્કાર સહ શિક્ષણ આપવાની નેમ લોધેલ ત્યારે વર્તમાન સમયમાં જસરા GNM નર્સિંગ કોલેજની મંજૂરી મળતા કોલેજ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાનપુરવાર થશે.