પાટડીના માલવણ હાઈવે પર પોલીસ વાહન ચેકીંગ દરમિયાન વિદેશી દારૂની 216 બોટલો સાથે ઇકો ગાડી ઝડપાઇ હતી. જેમા બજાણા પોલીસે વિદેશી દારૂની 216 બોટલો અને ઇકો ગાડી મળી કુલ રૂ. 3,38,160ના મુદામાલ સાથે ધ્રાંગધ્રાના રાજચરાડીના શખ્સને ઝડપી પાડ્યો હતો.બજાણા પોલીસ મથકના પીએસઆઇ એસ.પી.ઝાલા સહિતના પોલીસ સ્ટાફ માલવણ હાઇવે પર પેટ્રોલિંગમાં હતો, ત્યારે માલવણ હાઇવે પર પોલીસ ચેકીંગ દરમિયાન વિદેશી દારૂના જથ્થા સાથે સફેદ કલરની ઇકો ગાડીમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગરની વિદેશી દારૂ, વિશ્કી અને બિયરની કુલ બોટલો નંગ 216, કિંમત રૂ. 38,160 અને ઇકો ગાડી કિંમત રૂ. 3,00,000 મળી કુલ રૂ. 3,38,160ના મુદામાલ સાથે ધ્રાંગધ્રાના રાજચરાડીનો શખ્સ હરેશ કાનજીભાઈ પટેલને ઝબ્બે કરી દારૂ અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એસ.પી.ઝાલા, કે.જે.ચાવડા, એમ.બી.ડોડીયા, શક્તિભાઈ ગોયેલ,ગોવિંદભાઇ ભરવાડ અને જયપાલસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યા છે.