પાલનપુર-અંબાજી હાઈવે ઉપર ઢેલાણા બસ સ્ટેન્ડ નજીક બાઇક સ્લીપ થઈ જતા ગોળા ગામના યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેનું પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
પાલનપુર તાલુકાના ગોળા ગામના નરેશકુમાર રામસંગજી સોલંકી મંગળવારે બાઈક નંબર જીજે. 08. સી.ડી. 0224 લઈ ખેતરે જઈને આવું છું. તેમ કહી નીકળ્યા હતા. દરમિયાન અંબાજી હાઈવે ઉપર ઢેલાણા બસ સ્ટેન્ડ નજીક આવેલા ચેહર માતાના મંદિર સામે બાઇક સ્લીપ થઈ ગયું હતું.
આ અકસ્માતમાં નરેશકુમારને માથામાં ગંભીર ઈજા થતાં 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સોમવારે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
આ અંગે મહેશકુમાર રામસંગજી સોલંકીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ગોળાના નરેશકુમારના લગ્ન થયેલા છે. તેમને સંતાનમાં બે દીકરીઓ માધવી (ઉં.વ.5) અને નેન્સી (ઉં.વ.7 માસ)ની છે. જેમના મોતથી બંને દીકરીઓએ છત્રછાયા ગુમાવી છે.