ડીસા ખાતે આજે વિહોતર વિકાસ મંચની મહિલાઓ દ્વારા ડીસા દક્ષિણ અને ઉત્તર પોલીસ સ્ટેશનમાં પોલીસ ભાઈઓ ને રાખડી બાંધી ને ઉજવણી કરી હતી

  ડીસા વિહોતર વિકાસ મંચના મહિલા મહામંત્રી ચેતનાબેન દેસાઈ, નીતાબેન દેસાઈ અને લક્ષ્મીબેન દેસાઈ એ આજે દક્ષિણ પોલીસ સ્ટેશન ના પી.આઈ દેસાઈ સાહેબ અને સ્ટાફ અને મહિલા પોલીસ સ્ટાફ ને રાખડી બાંધી મોઢું મીઠુ કરાવીને રક્ષાબંધન ની ઉજવણી કરી હતી

  આવી જ રીતે ઉત્તર પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ ને રાખડી બાંધી ઉજવણી કરી હતી

   વિહોતર વિકાસ મંચ ના મહિલા મહામંત્રી ચેતનાબેન દેસાઈ એ બન્ને પોલીસ સ્ટેશન નો સહયોગ મળ્યો તે બદલ તમામ નો આભાર માન્યો હતો