*માંગરોળ તાલુકાના લાએજ ગામે મેડીકલ કેમ્પ યોજાઈ ગયો.*

માંગરોળ તાલુકાના લોએજ ગામે સ્વ. શ્રી લક્ષ્મણભાઈ નંદાણિયા વિવિધલક્ષી સેવા કાર્ય ટ્રસ્ટ આયોજીત ફ્રિ નિદાન તથા સારવાર કેમ્પ એસ.ડી. બી.હાઇસ્કૂલ મુકામે યોજાઈ ગયો. આ ટ્રસ્ટ નીચે વિવિધ પ્રવૃત્તિઓ થતી રહે છે જેમાં આજે વિસાવદર તાલુકાના ચાપરડા સ્થિત હેલ્થ એઇડ ટ્રસ્ટ સંચાલિત જય અંબે મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલના વિવિધ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરશ્રીઓએ પોતાની સેવા પુરી પાડી છે. આ મફત નિદાન કેમ્પમાં એમ. ડી. મેડીસીનમાં ડૉ.સચિન ગજેરા, ડૉ. મનન સોલંકી નેત્રનિદાનમાં, હાડકાના રોગના નિષ્ણાત ડૉ.અંકિત લોહિયા, જનરલ સર્જનમાં ડૉ.કિશન, સ્ત્રિ રોગ નિષ્ણાત ડૉ. આકાંક્ષા, દાંત રોગના નિષ્ણાત ડૉ.જય લાડાણી તથા ફેમિલી ફિજીશિયનમાં ડૉ.દર્શન ગૌસ્વામી તથા રાધા શાહ વગેરેના ડોક્ટરશ્રીઓએ પોતાની ઉમદા સેવા પુરી પાડેલ હતી. લોએજ ગામના પૂર્વ યુવા સરપંચ રવિભાઈ નંદાણિયાના સંકલન સાથે આ કેમ્પમાં લોએજ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીશ્રી મૂક્ત સ્વરૂપ દાસજી તથા નરેન્દ્ર સ્વામિ, બીજેપી અગ્રણી શ્રી દાનાભાઈ ખાંભલા, મસરીભાઇ બામરોટીયા, દિવ્યેશભાઈ વાળા, રમેશભાઈ, શાળાના આચાર્યશ્રી રાજેન્દ્રભાઈ જાદવ , સાજણબેન ગરચર, સેવાભાવી માણસ નાથાભાઈ તથા દિલિપભાઈ, ગોકુલ ગ્રુપ, ગ્રામજનો વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વેજાભાઈ પીઠીયાએ ટ્રસ્ટના સેવાકીય કાર્યોની જાણકારી આપી હતી. આ કેમ્પમાં બધા વોર્ડ મળીને આશરે ૩૦૦ દર્દીઓએ લાભ લીધો હતો. 

સંસ્થાના પ્રમુખશ્રી જેઠાભાઈ નંદાણિયાએ આ સેવાકિય કાર્યને સફળ બનાવનાર રવિભાઈ નંદાણિયા ,કાંતીભાઈ નંદાણિયા, નવનીતભાઈ, સીદાભાઈ રામ, કટેશિયાભાઈ, લતાબેન, વર્ષાબેન શાળાના શિક્ષકો તથા સ્વયં સેવક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

 

અહેવાલ વસીમખાન બેલીમ માંગરોળ