હાલોલ શહેરની યુવરાજ હોટલ તરફ જવાની ગલીમાં બેંક ઓફ બરોડાની  સામે આવેલી સરદાર નગર સોસાયટી ખાતે સોસાયટીની પાછળની સાઈડે આવેલા એક અવાવરું પાણી ભરેલા ઊંડા કૂવામાં આજરોજ મોડી સાંજના સુમારે કુવાની નજીકના રૂમમાં રહેતા યુવાન પતિ પત્ની કોઈ અંગત કારણોસર કૂવામાં ખાબક્યા હોવાની જાણ હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને કરાતા ફાયર ફાઈટરની ટીમના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કુવામાં પડેલા દંપત્તિને કૂવામાંથી બહાર કાઢવા માટેનું જોખમી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં ફાયર ફાઈટરની ટીમના જવાનોએ દોરડાની નિસરણીનો ઉપયોગ કરી ભારે જોખમ ખેડી રાત્રિના અંધકારમાં હાથ વગા લાઈટના સાધનોનો ઉપયોગ કરી પાણી ભરેલા અને ચારે તરફ લીલી વનસ્પતિથી ઘેરાયેલા ઊંડા કૂવામાં ઊતરી કુવામાં પડેલ દંપત્તિને બહાર કાઢતા બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા જેમાં કૂવામાં ખાબકી મોતને ભેટનાર આ યુવાન દંપતી મૂળ છોટાઉદેપુર જિલ્લાના અંતરીયાળ ગામના રહેવાસી હોવાનું અને છેલ્લા છ કે સાત માસ જેટલા સમયથી હાલોલની સરદાર સોસાયટી ખાતે ભાડાની રૂમમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું જેમાં બંને પતિ પત્ની કૂવામાં કોઈ અંગત કારણોસર પડી મોતને ભેટ્યા હતા જેમાં બંને પતિ પત્ની પોતાની પાછળ પોતાના બે સંતાન જેમાં એક ત્રણ વર્ષની છોકરી અને એક નવ માસના છોકરાને એકલા રડતા કકળતા મૂકી પોતાની જીવન લીલા સંકેલી લીધી હોવાની માહિતી મળવા પામી છે જેમાં કયા કારણોસર આ દંપતી  કુવામાં પડ્યા કે પછી પહેલા પત્ની કોઈ કારણોસર કૂવામાં પડી અને તેને બચાવવા પતી પણ  કુવામાં પડ્યો તે અંગે તર્ક વિતર્ક સાથે તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે જ્યારે પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને કુવામાંથી બહાર કરાયેલા દંપત્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી તેઓના સંબંધીઓને બનાવ અંગેની જાણ કરવા સહિત બનાવ અંગે આગળની કાયદાકીય કાર્યવાહી અંતર્ગત ટાઉન પોલીસ મથકના પીઆઈ કે.એ ચૌધરી સહિત પોલીસ ટીમે દંપત્તિની આડોશ પાડોશમાં રહેતા લોકો સહિતના ઇસમોને તેઓના  કુવામાં પડવા અંગેની જીણવટભરી તપાસ હાથ ધરી ધનિષ્ઠ પૂછપરછ કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને હાલોલ ટાઉન પોલીસ મથકે અકસ્માત મોત અંગેની નોંધ કરવા તજવીજ ધરી  હોવાનું જાણવા મળેલ છે  જ્યારે બનાવને પગલે સરદાર સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓમાં અને સમગ્ર હાલોલ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.